ઘુમામાં 2 ને લોખંડના પાઇપ વડે મારતાં 4 વિરુદ્ધ ફરિયાદ
દસક્રોઈના ઘુમામાં આવેલ ભંગાર વાડાના માલિકે, ભંગાર વાડામાં આવેલા 2 નાના છોકરાએ લોખંડનો સળિયો માગેલો પણ સળિયાના બદલે લાફા મારી કાઢી મુક્તા છોકરાઓ ઘરે જઈ તેઓના વાલીઓને કહેતા વાલી અને 3 સાગરીતે ભંગાર વાડાના માલિક અને તેના ભાઈને લોખંડના પાઇપ વડે મારી ઇજા કરતાં બોપલ પોલીસમાં 1 સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.
ઘુમામાં આવેલા દેવ નારાયણ સ્ક્રેપના માલિક ભોજરામ ગુજ્જર બપોરના સમયે પોતાના ભંગાર વાડામાં હતા. તે દરમિયાન 2 નાના છોકરાએ આવી ભોજરામની ભાભી પાસે સળિયો માગ્યો હતો.
સળિયો નહીં આપવા છતાં છોકરાઓ ત્યાંથી ગયા નહિ આથી ભોજરામે છોકરાને લાફો મારી ભગાડી મુકતાં થોડીવાર બાદ છોકરાઓ તેઓના વાલી આશિષભાઈ વાઘેલા અને અજાણ્યા 3 માણસ સાથે આવ્યા હતા.
નાના છોકરાએ ભોજરામ તરફ ઈશારો કરી ભોજરામેં સળિયો મારેલો કહેતા, આશિષભાઈએ લોખંડના પાઈપથી ભોજરામને માર મારતાં જમણા હાથે ફ્રેક્ચર થયેલ
તેમજ જમણા પગના નળા તથા ડાબા હાથના બાવડા પર મારતાં ઇજાઓ થઇ હતી.
દરમિયાન ભોજરામનો ભાઈ સાવરલાલ મારથી બચાવવા વચ્ચે પડતા તેને લોખંડની પાઇપ માથા અને કપાળમાં વાગતાં લોહીલુહાણ થતા આશિષ વાઘેલા અને તેના સાગરીતો નાસી ગયા હતા.