ગોધરાની શારદા મંદિર સ્કૂલ ખાતે બાળકો માટે વિશેષ ગરબાનું આયોજન; ભૂલકાઓ અડૂકિયો-દડૂકિયોના ગરબામાં મન મૂકીને નાચ્યા

પ્રતીકાત્મક તસવીર:ગોધરાની શારદા મંદિર સ્કૂલ ખાતે બાળકો માટે વિશેષ ગરબાનું આયોજન; ભૂલકાઓ અડૂકિયો-દડૂકિયોના ગરબામાં મન મૂકીને નાચ્યા

ગોધરામાં નવરાત્રિના ચોથા નોરતે ગોધરાના બામરોલી રોડ પાસે આવેલ શારદા મંદિર સ્કૂલ ખાતે રોટરી ક્લબ દ્વારા અડુકિયો દડુકિયો ચિલ્ડ્રન સ્પેશિયલ ગરબાનું વેણુ કલાવૃંદના સથવારે 1 વર્ષથી લઈને 14 વર્ષના બાળકો માટે સુંદર આયોજન કરવામાં આવેલું છે.

નાના ભૂલકાઓના ગરબાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું.

નાના ભૂલકાઓના ગરબાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા

અમુક નાના ભૂલકાઓ પોતાની મનમોહક અદાઓથી હર કોઈના દિલ જીતી લીધાં હતાં

સાથે સાથે માતા પિતા એ પણ પોતાના નાના ભૂલકાઓ જોડે આનંદ માણ્યો હતો.

ગોધરાના બામરોલી રોડ ખાતે આવેલ શારદા મંદિર સ્કૂલ ખાતે રોટરી ક્લબના પ્રમુખ શિલ્પાબેન પરીખના અદમ્ય સાહસથી 1 વર્ષથી લઈને 14 વર્ષના બાળકો માટે અડુકિયો દડુકિયો ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગોધરા શહેરના તમામ માતા-પિતા પોતાના નાના નાના ભૂલકાઓને લઈને અહીં ગરબા રમાડે છે,

જેનાથી નાના નાના ભૂલકાઓ પણ આ અડુકિયો દડુકિયા ગરબાની મજા માણી રહ્યા છે.

નાના ભૂલકાઓએ અડુકિયો દડુકિયા ગરબાની મજા માણી

ગોધરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને નાનામાં નાના પ્રસંગથી લઈ મોટામાં મોટા પ્રસંગમાં જેઓની સો ટકા હાજરી હોય એવા પ્રેમાળ અને સદાય તેમના મુખ ઉપર સ્મિત વર્તાવતા એવા કુ. કામિનીબેન સોલંકી આજરોજ શારદા મંદિર સ્કૂલ ખાતે જગતજનની માં જગદંબાની આરતી બાદ નાના નાના ભૂલકાઓ સાથે ગરબા રમીને આનંદ લીધો હતો.

ત્યારે વેણુ કલાવૃંદના કલાકાર જયેશ શ્રીમાળી અને હેમ શ્રીમાળીએ સુમધુર કંઠે ગરબા રજૂ કરી નાના ભૂલકાઓના ઉત્સાહ વધાર્યો હતો.

ગોધરાના શારદા મંદિર સ્કૂલ ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત અડુકીયા દડુકિયો ગરબાનું સુંદર આયોજનથી તમામ ગોધરા નગરની જનતા રોટરી ક્લબના સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp