ગાંધીનગરનાં લીંબડીયા પાસે આઈસર ક્લીનરને છરીના ઘા ઝીંકી લૂંટ કરી ચાર શખ્સો ફરાર

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરનાં લીંબડીયા પાસે આઈસર ક્લીનરને છરીના ઘા ઝીંકી લૂંટ કરી ચાર શખ્સો ફરાર

ગાંધીનગરનાં લીંબડીયા પાસે આઈસર ક્લીનરને છરીના ઘા ઝીંકી લૂંટ કરી ચાર શખ્સો ફરાર

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરનાં લીંબડીયા પાસે આઈસર ક્લીનરને છરીના ઘા ઝીંકી લૂંટ કરી ચાર શખ્સો ફરાર
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરનાં લીંબડીયા પાસે આઈસર ક્લીનરને છરીના ઘા ઝીંકી લૂંટ કરી ચાર શખ્સો ફરાર

 

ગાંધીનગરના લીંબડીયા ગામના સર્વિસ રોડ ઉપર ગઈકાલે મધરાતે આઈસરનાં ક્લીનર ને ગાઢ નિંદ્રામાં છરીના આડેધડ ઘા ઝીંકીને ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી ચાર લૂંટારૃ 15 હજારની રોકડ લૂંટીને ફરાર થઈ જતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

શાકભાજી ભરી સંગમનેરથી અમદાવાદ જમાલપુર આવ્યા હતા

મહારાષ્ટ્રનાં ગોકુળ સંપત રહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, સંગમનેર ખાતે રહેતા વસીમભાઇ ઇનામદારની આઇસર ગાડીમા પોતે ક્લિનર તરીકે છેલ્લા ત્રણ દિવસથી નોકરી કરે છે.

છુ. જેની સાથે આઇસર ગાડીના ડ્રાઇવર તરીકે રાજેશભાઇ ઉલ્લાસભાઇ કદમ હોય છે.

ગત તા. 19 મી ઓક્ટોબરના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યે ગોકુળ તથા રાજેશ આઇસર ગાડીમાં ફુલાવર શાકભાજી ભરી સંગમનેરથી અમદાવાદ જમાલપુર આવવા નિકળ્યા હતા.

 

ગાડીનુ ટાયર પંચર થતા થોડીવાર રસ્તામા રોકાયા

તા.20 મી ઓક્ટોબરના સવારે આશરે છ વાગ્યે અમદાવાદ જમાલપુર ખાતે પહોચેલ અને જમાલપુરમાં શાકભાજી ખાલી કરી બીજો ફેરો ભરવા માટે બપોરે બે વાગ્યે હિંમતગર જવા નિકળ્યા હતા.

જ્યાંથી રાત્રીના આશરે આઠેક વાગ્યે બન્ને હિંમતનગરથી મગફળી ભરી પૂના મહારાષ્ટ્ર જવા નિકળેલ અને ત્યારબાદ રસ્તામા ગાડીનુ ટાયર પંચર થતા થોડીવાર રસ્તામા રોકાયા હતા.

આઇસર ગાડીની કેબીનમા ચડી લુટારુ ક્લીનરને મારવા લાગ્યા

ગઈકાલે રાત્રીના આશરે સવા એક વાગે લીંબડીયા ગામ નજીક આવેલ પ્રિતમ હોટલ આગળ પહોંચતા ગાડીના ડ્રાઇવર રાજેશને પેશાબ લાગતા સર્વિસ રોડ ઉપર ગાડી ઉભી રાખી હતી.

બાદમાં રાજેશ પેશાબ કરવા માટે નીચ ઉતર્યો હતો. એ સમયે ગોકુળ ગાડીમાં સૂઇ રહ્યો હતો.

એટલામા ત્રણ ચાર અજાણ્યા માણસો આવેલા અને આઇસર ગાડીની કેબીનમા ચડી ગોકુળને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને તેના ખિસ્સા તપાસવા લાગેલ

પરંતુ ખિસ્સામાંથી કંઇ મળેલ નહી.

એક લૂંટારૃએ આડેધડ છરીના ઘા ઝીંક્યા

બાદમાં એક ઈસમે છરી વડે ગોકુળના ઉપર જીવલેણ હુમલો હુમલો કર્યો હતો.

જેનાં કારણે ગોકુળને કાન, કંપાળ, નાક, હોઠ તથા ડાબા હાથે, પગે ઘુંટણના ભાગે ઈજાઓ થઈ હતી.

એવામાં ડ્રાઇવર રાજેશ આવી જતા લૂંટારૃઓ ગાડીમાથી ઉતરી તેની પાસે ગયા હતા.

અને ઝપાઝપી કરી 15 હજાર લુંટી લીધા હતા. બાદમાં ચારેય લુટારુ એક્ટિવા જેવા વાહન ઉપર બેસીને વલાદ ગામ તરફ નાસી ગયા હતા.

જ્યારે ગોકુળને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp