હાલોલની નર્મદાનગર સોસાયટીમાં નવરાત્રિના ચોથા દિવસે ખેલૈયા ભારે ઉત્સાહ સાથે મનમુકી ઘૂમ્યા

હાલોલ શહેરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે,
ત્યારે મુખ્ય ગરબા આયોજકો સિવાય સોસાયટીઓના ગરબાએ ભારે આકર્ષણ ઉભું કર્યું છે.
ખેલૈયા પણ સોસાયટીઓના ગરબે ઘૂમીને સંતોષ માની રહ્યા છે.
આજે ચોથા દિવસે શહેરના લગભગ વિસ્તારોમાં ગરબો જામ્યો હતો.
તો ખેલૈયાઓ મોડી રાત્રી સુધી ગરબે ઘૂમ્યા હતા.
હાલોલ શહેરમાં નવરાત્રિની ધીમી શરૂઆત બાદ આજે ખેલૈયાઓ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.
હાલોલના કંજરી રોડ ઉપર આવેલ નર્મદાનગરમાં શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગરબામાં તારાના ગ્રુપના ગરબા ગાયકોએ ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયા બે ટાળી અને ત્રણ ટાળીના ગરબે ઘૂમ્યા હતાં.