ગાંધીનગર ફુડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો ટાણે જ સધન ચેકીંગ હાથ ધરી માત્ર 40 નમુનાં લઈ સંતોષ માન્યો

દિવાળીના તહેવારો આવતાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર ફૂડ તંત્રએ નાગરિકોનાં આરોગ્યની ચિંતા કરીને
મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ધી, દૂધ, દુધની બનાવટો, મીઠાઇમાં વપરાતો માવો, વરખવાળી મીઠાઈઓ, ફરસાણના માત્ર 40 નમૂના લઈને સંતોષ માની લેવામાં આવ્યો છે.
નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા
નાગરિકોએ આરોગ્યપ્રદ મિઠાઈ, ફરસાણ મળી રહે
તે માટે ગાંધીનગર ફુડ વિભાગ દ્વારા ગાંધીનગર શહેર તથા જીલ્લામાં સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લામાં કુલ 40 નમુનાં લેવામાં આવ્યા છે.
આ નમૂનામાં ધી, દુધ, દુધ ની બનાવટો, મીઠાઇમાં વપરાતો માવો, વરખવાળી મીઠાઈઓ, ફરસાણના વિવિધ નમુનાં લેવામાં આવ્યા છે.
આ નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ફુડ વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવી
દિવાળીનાં તહેવારો આવતાં જ મીઠાઈ તથા અન્ય ખાધચીજોનો વેચાણ કરતાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે.
દીપાવલીના તહેવારોમાં કોઈ વેપારી બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુનું વેચાણ ન કરે તે માટે ફુડ વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવે છે.
ફરસાણના તળવાનાં તેલમાં TPC નું ખાસ પરીક્ષણ કરાયું
ગાંધીનગરનાં ડેઝીગ્નેટેડ ઓફિસર સી.એસ.ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ફુડ ઈન્સપેકટર હેમેન્દ્રસિંહ વાઘેલા તથા મયુરધ્વજસિંહ દ્વારા પ્રાથમિક ચકાસણી કરી સર્વેલન્સ સઘન કરવામાં આવ્યું છે.
વધુમાં ફુડ સેફ્ટી ઓન વ્હીકલ દ્વારા ફરસાણના તળવાનાં તેલમાં TPC નું ખાસ પરીક્ષણ કરવામાં આવે છે.
મીઠાઈની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી રહી છે.
વધુમાં લેબ પરીક્ષણમાં જે નમૂના બિન આરોગ્યપ્રદ હશે.
તે વેપારી સામે કોર્ટ રાહે કાર્યવાહી તથા 5 લાખ સુધીનાં દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.