સરદાર પટેલની જન્મ જયંતીથી કોંગ્રેસ પરિવર્તન યાત્રા શરૂ કરશે
ભાજપ દ્વારા ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે
ત્યારે કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીના દિવસે 31 ઓકટોબરથી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કાઢવામાં આવશે.
રાજ્યભરમાં 5 જગ્યા પરથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થશે.
આ યાત્રાનો આરંભમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેશે.
યાત્રા દરમિયાન કોંગ્રેસ લોકોની સમસ્યા અને કોંગ્રેસ આગામી દિવસોમાં શુ કરશે તેની વિગત જાહેર કરશે.
કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે ભાજપની યાત્રામાં મોટી સંખ્યા લોકો જોવા મળ્યા તે રીતે કોંગ્રેસની યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે.
એકંદરે ભાજપની યાત્રા પછી લોકોમાં સર્જાયેલા જુવાળને પલટાવવાની રણનીતિના ભાગ સ્વરૂપે પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે.
યાત્રા ગુજરાતભરમાં 5 સ્થળોથી આરંભાશે.
બે યાત્રા સૌરાષ્ટ્રમાંથી, એક ઉત્તર ગુજરાતમાંથી,એક યાત્રા દક્ષિણ ગુજરાતમાંથી શરૂ કરવામાં આવશે
તેમજ એક યાત્રા મધ્ય ગુજરાતમાંથી શરૂ કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતની આવરી લેવાય તે રીતે યાત્રા કાઢવામાં આવશે.
ભાજપની જેમ કોંગ્રેસ પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓને ઉતાર્યા હતા