યુવકને મસ્તી કરવાનું ના કહેતાં સગીરને ચપ્પુ માર્યું

વારસિયા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 15 વર્ષીય સગીર અને 22 વર્ષીય યુવક જામફળ ખાતા-ખાતા મસ્તી કરી રહ્યા હતા.
જેમાં યુવકે નિતંબના ભાગે ચપ્પુ મારી દેતા સગીરને 8 ટાંકા આવ્યા હતા.
જેથી સગીરની માતાએ યુવક વિરુદ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ થતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
વારસિયા જૂના આરટીઓ પાસે રહેતા દિપીકા ભોઈનો 15 વર્ષીય દિકરો મંગળવારે મોડી રાત્રે ઝુપડાની સામે રહેતા રાહુલ રાજપૂત (ઉ.વ-22) સાથે મસ્તી કરી રહ્યો હતો.
રાહુલ રાજપૂત સગીરના ગાલ ખેંચીને મસ્તી કરતો હોવાથી સગીરે તેમ કરવા ના પાડતાં રાહુલ તેને આરટીઓના ઓટલા પાસે લઈ ગયો હતો
અને મસ્તી-મસ્તીમાં નિતંબના ભાગમાં ચપ્પુ માર્યું હતું.
યુવકે ધમકી આપી હતી
કે જો તુ આ વિશે કોઈને કહીશ તો તેને વધારે મારીશ. સગીર ઘરે જઇને સૂઈ ગયો હતો.
પણ સવારે દુખાવો થતાં તેણે માતાને જણાવતા તેઓ દીકરાને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા જ્યા તેને નિતંબના ભાગે 8 ટાંકા આવ્યા હતા.