ઉદયપુર નજીક અકસ્માત થતાં મુસ્લિમ અગ્રણીના ભાઈનું મોત
શહેરના ફતેગંજ વિસ્તારમાં સેજલ સોસાયટી ખાતે રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ અમીનના મોટા ભાઈ લગ્નમાંથી પરત આવતાં સમયે ઉદયપુરના દેલવાડા પાસે કાર અકસ્માતમાં મૃત્યુ પામતાં મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.
મૃતક નઇમ સૈયદનો મૃતદેહ ફતેગંજ સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવશે. જાણવા મળ્યા મુજબ રાજસ્થાનના ઉદયપુર ખાતે દીકરીના લગ્નમાં હાજરી આપી
કન્યા વિદાય બાદ કારમાં મિત્રો અને પરિવારજનો સાથે 18 તારીખે પરત ફરી રહેલા નઇમ સૈયદ કાર ચલાવી રહ્યા હતા.
ઉદયપુરના દેલવાડા પાસે ટોઈંગ ક્રેઇન સાથે કાર અથડાતાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી,
જ્યારે કાર ચાલક નઇમભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
કારમાં સવાર રાજપીપળાના વતની સૈયદ જિલાની મિયા કાદરી, સૈયદ તસલીમબાનુ જિલાની મિયા, સૈયદ રૂકસાર બેગમ મોહમ્મદ મીયાને નાની-મોટી ઇજા થઈ હતી.
જ્યારે સૈયદ જિલાની ગંભીર ઇજા પહોંચતાં ઉદયપુર ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા.
મૃતકનો પાર્થિવ દેહની 21મી તારીખે વડોદરામાં દફનવિધિ કરવામાં આવશે