સાણંદમાં આઈસીડીએસ દ્વારા પોષણ માસની ઉજવણી કરાઇ

સીડીપીઓ લીલાબેન અને ઇન્ચાર્જ સીડીપીઓ દક્ષાબેનના માર્ગદર્શન હેઠળ મુખ્ય સેવિકા બહેનો અને આંગણવાડી કાર્યકરોએ પૌષ્ટિક આહાર બનાવી વાનગી સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ.
પોષણ માહ અંતર્ગત સાણંદની મુખ્ય બજારમાં જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા વિકાસ અધિકારી સપના રાજપૂત, નગર પાલિકા ચીફ ઓફિસર, સીએચસી સુપરવાઇઝર નંદાબેન અને માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટ દ્વારા વાનગી સ્પર્ધાનું નિદર્શન કરવા આવ્યું હતું.
પોષણ માહની સંપૂર્ણ માહિતી આપી
આ પ્રસંગે માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સ સાણંદ દ્વારા દત્તક લીધેલ 220 કુપોષિત અને અતિકુપોષિત બાળકોને દવા વિતરણ કરવામાં આવી હતી.
પોષણ અભિયાન કોર્ડિનેટર પ્રભુભાઈ દ્વારા પોષણ ટ્રેકરની માહિતી આપવામાં આવી હતી.
બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી તથા પોષનો ગરબો પણ રજૂ કરવામાં આવ્યો હતો.
સીડીપીઓ લીલાબેન દ્વારા કાર્યકર બહેનોને પોષણ માહની સંપૂર્ણ માહિતી આપી હતી.