અમદાવાદની કાંકરીયા પબ્લિક સ્કૂલની લેબોરેટરીમાંથી કોમ્પ્યુટર સહિત 1 લાખની ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી
અમદાવાદની કાકરીયા પબ્લિક સ્કૂલમાંથી એક લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે.
સ્કૂલની લેબોરેટરીમાંથી કોમ્પ્યુટર તેમજ અન્ય સામાનની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
આ અંગે શાળાના પ્રિન્સિપાલે ફરિયાદ નોંધાવતા સ્કૂલના સીસીટીવી સહિત અન્ય જગ્યાએ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે.
અજણ્યો શખ્સે સ્કુલની લેબોરેટરીમાં ચોરી કરી
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા નિતાબેન કાંકરિયા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં પ્રિન્સિપલ છે.
તેઓ ઘરે હાજર હતા તે સમયે જ સ્કૂલના ઇંગ્લીશ મીડીયમના પ્રિન્સિપાલ વૈશાલી બેને તેમને ફોન કર્યો હતો કે, સ્કુલની સાયન્સ લેબોરેટરીના રૂમમાં ચોરી થઈ છે.
આ વાતની જાણ થતા નિતાબેન તાત્કાલિક સ્કુલે પહોંચ્યા હતા
અને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે, સોમવારે રાતે સમયે કોઈ અજણ્યો શખ્સ સ્કુલનો દરવાજો ખોલીને સાયન્સ લેબોરેટરીમાં પ્રવેશ કરીને કોમ્યુટરની એલઈડી, સીપીયુ,
માઉસ, પ્રોજેક્ટર, સ્પીકરો, માઈક, લોખંડની ટ્રોલી સહિત કુલ રૂ.1 લાખની મત્તાની ચોરી કરી ગયો છે.
આ મામલે નિતાબેને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.