વડોદરાના સાવલીમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનાર દોષિત સદ્દામ હુસેનને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરી પર એકાંતમાં અને ત્યારબાદ પોતાની ઘરે લઈ જઈ તેની સાથે બે વખત દુષ્કર્મ કરનાર વાઘોડિયાના ફલોડ ગામના યુવકને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને 50 હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
પરિવારને મારી નાખવાની ધમકી આપી
સાવલીમાં પરિવાર સાથે રહેતી 14 વર્ષીય સગીરાને વર્ષ-2020ના સમયગાળામાં તેના ભાઈના મિત્ર 21 વર્ષીય સદ્દામહુસૈન મહંમદભાઈ મન્સુરી (મસ્જીદવાળું ફળિયુ, ફલોડગામ, તા.વાઘોડિયા) સાથે પરિચય થયો હતો.
ગત 2-11-2020ના રોજ રાત્રે સદ્દામ હુસેને સગીરાના ભાઈને મોબાઈલ ફોન કર્યો હતો.
જે ફોન સગીરાએ ઉપાડતા સદ્દામહુસેને સગીરાને અબ્દુલ મન્સુરીના મકાનની પાછળ આવેલા બાથરૂમ પાસે મળવા માટે આવવા જણાવ્યું હતું.
સગીરાએ ના પાડતા તેણે ધમકી આપી હતી કે, તું નહી આવે.
તો હું તારા ઘરવાળાને મારી નાખીશ.
બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
આ ધમકીથી ગભરાયેલી સગીરા રાત્રે સાડા અગિયાર વાગે સદ્દામ હુસેનને મળવા માટે તેણે જણાવેલા સ્થળે ગઈ હતી.
સદ્દામ હુસેન તેના કાકા સહીરહુસેનના વાડામાં આવેલા બાથરૂમમાં સગીરાને લઈ ગયો હતો
અને ગામમાં બદનામ કરવાની ધમકી આપી તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ સગીરાએ ના પાડવા છતાં તે બળજબરી કરી સગીરાને પોતાની ઘરે લઈ ગયો હતો
અને તેના રૂમમાં વધુ એક વાર દુષ્કર્મ આચર્યું હતું
અને સવારે પાંચ વાગે તેને હસનભાઈના ખેતરમાં છોડી ગયો હતો.
કોર્ટે દોષિતને 20 વર્ષની કેદની સજા ફટકારી
આ બનાવની પીડિતાના પિતાના કેફિયતના પગલે ડેસર પોલીસે આરોપી સદ્દામહુસેન સામે પોક્સો, બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ કેસ સાવલી ખાતે સ્પેશ્યલ જજ (પોક્સો) જે.એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા
સરકારી વકીલ સી.જી.પટેલની દલીલો તેમજ ફરિયાદપક્ષે રજુ થયેલા પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી સદ્દામહુસેન મન્સુરીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી બળાત્કાર,
એટ્રોસિટી એક્ટ,અપહરણ અને ધમકીના ગુનામાં કુલ 50 હજારના દંડનો આદેશ કર્યો છે.
પીડિતાને 4 લાખના વળતરની ભલામણ
આ કેસના ચુકાદામાં દુષ્કર્મ પીડિતાને ગુજરાત વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ અને કાનુની પ્રબંધો મુજબ લઘુત્તમ વળતરની રકમ 4 લાખ વળતર પેટે મળી રહે
તે માથે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને ભલામણ કરાઈ હતી.
આ ઉપરાંત આરોપી જે દંડની રકમની ભરપાઈ કરે તે રકમ પણ ભોગ બનનારાને નિયમોનુસાર ચુકવવાનો આદેશ થયો હતો.