અમદાવાદના સાબરમતી, મણિનગર તેમજ નારોલમાં 3 લોકોની આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદના સાબરમતી, મણિનગર તેમજ નારોલમાં 3 લોકોની આત્મહત્યા

અમદાવાદના સાબરમતી, મણિનગર તેમજ નારોલમાં 3 લોકોની આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદના સાબરમતી, મણિનગર તેમજ નારોલમાં 3 લોકોની આત્મહત્યા
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદના સાબરમતી, મણિનગર તેમજ નારોલમાં 3 લોકોની આત્મહત્યા

 

સાબરમતી, મણિનગર અને નારોલ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના ત્રણ બનાવો બન્યા હતા.

આ ત્રણેય આત્મહત્યા પાછળનું કારણ અકબંધ રહ્યુ છે.

જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

સાબરમતીના ત્રાગડ હીમાલયા પીનાકલ નામની સાઈટમાં કામ કરતા અને ત્યાં રહેતા રાયમલ રબારીએ સવારના સમયે તેમની ઓરડીમાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ મામલે લોકોને જાણ થતા પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે દોડી આવીને રાયમલભાઈના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.

બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રમાં રહેતા અરૂણ મિશ્રાને અમદાવાદનું કામ હોવાથી અમદાવાદ આવ્યા હતા.

બાદમાં તેઓ મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે આવેલ માનસરોવર હોટલમાં રોકાયા હતા.

રવિવારે વહેલી સવારે હોટલનો રૂમ ખોલ્ય ન હોવાથી હોટલમાં કામ કરતા લોકોએ બીજી ચાલીથી દરવાજો ખોલ્યો ત્યારે

અરૂણ મિશ્રા પંખાના હુકમાં બેડ રનર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

જેથી આ મામલે મણિનગર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ત્રીજા બનાવમાં નારોલના લક્ષ્મીનિવાસમાં રહેતા આનંદ નાયડુ વહેલી સવારે નારોલ સનરાઈઝ હોટલની બાજુમાં આવેલ સીંઘોડા તલાવડી પાસે ગયા હતા,

બાદમાં તેઓએ તલાવડીમાં અચાનક છંલાગ મારી આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળના કારણો જાણવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

શનિવારે 5 લોકોએ આપઘાત કર્યો હતો

શનિવારે શહેરમાં અલગ અલગ 5 વિસ્તારોમાં પણ 5 આત્મહત્યાના બનાવો બન્યા હતા,

જેમાં અમરાઈવાડીમાં 17 વર્ષીય યુવકે, રખિયાલમાં 23 વર્ષીય યુવકે, બિમારથી કંટાળીને , શહેરકોટડામાં 30 વર્ષીય યુવતીએ, રાણીપમાં 29 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

શાહીબાગમાં રહેતા 17 વર્ષીય યુવકે એલિસબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક-વે પરથી નદીમાં છલાંગ મારી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp