કાંકરેજના થરા એપીએમસી માર્કેટ ખાતે પી. એમ. જે. વાય. આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું……
સમગ્ર ગુજરાતમાં કુલ ૫૦ લાખ આયુષ્માન કાર્ડનું ૨૬૦ જગ્યા એ એકસાથે વિતરણ કરવાનું હોઇ આ પ્રોગ્રામનું સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાં આયોજન કરવામાં આવ્યું હતું…..
કાંકરેજ તાલુકા ના થરા ખાતે આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ, મહેસાણા વિધાનસભાના પ્રભારી શ્રી ભારતસિંહ ભટેસરિયાઅને
તાલુકા ભાજપના આગેવાન શ્રીઓ આરોગ્ય ખાતામાંથી જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારી ડૉક્ટર શ્રી ભરતભાઈ સોલંકી સાહેબ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પિયુષભાઈ ચોધરી સાહેબ,
જિલ્લામાંથી i.e.c. અધિકારી રાઠોડ સાહેબ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આયુષ્માન કાર્ડ વિતરણનું શરૂઆત કરવામાં આવી…
કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પિયુષભાઈ સાહેબ દ્વારા પ્રસંગિક પ્રવચન અને pmjay યોજનાના લાભ વિશે માહિતગાર કરવામાં આવ્યા
. ત્યારબાદ pmjay યોજનાનો લાભ લીધેલ લાભાર્થ દ્વારા યોજના થી થયેલ લાભ વિશે જણાવવામાં આવ્યું…
ત્યારબાદ રાજ્ય ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ અને દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કાર્યક્રમનું વર્ચ્યુઅલ માર્ગદર્શન અને સંવાદ કરવામાં આવ્યો
અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ કાર્યક્રમને અનુરૂપ વર્ચ્યુઅલ સંવાદ કરવામાં આવ્યો
આ સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન તાલુકા સુપર વાઇજર અને ઝાલમોર સુપર વાઈઝર મનુજી ઠાકોર દ્વારા કરવા માં આવ્યું
સાથે મેડિકલ ઓફિસર , ડૉકટરો અને આશા બહેનો અને લાભાર્થીઓ દ્વારા તેમજ ગ્રામ લોકો અને કાર્યકરને ખૂબ સફળ બનાવ્યો……