MSUમાં આજથી વેકેશન, હવે બીજા સત્રમાં પ્રથમ સત્રનાં પરિણામ મળશે

એમ.એસ.યુનિવર્સિટીમાં આજે 17 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે.
7 નવેમ્બરથી યુનિવર્સિટીમાં નવા સત્રની શરૂઆત થશે.
બીજા સત્રમાં પ્રથમ સત્રના પરિણામો આપવાનો વારો આવશે.
સ્કૂલોમાં વેકેશન 20 ઓકટોમ્બર થી થશે જે 9 નવેમ્બર સુધીનું રહેશે.
21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે.
બે વર્ષે સંપૂર્ણ રીતે ઓફલાઇન શિક્ષણ રહ્યું છે.
ત્યારે ફરી શૈક્ષણિક કેલેન્ડર પૂર્વરત થયું છે.
જોકે યુનિવર્સિટીની ઘણી ફેકલ્ટીઓમાં હજુ પણ પ્રથમ સત્રમાં પરિણામો જાહેર કરી શકાયા નથી.
ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ સત્રના પરિણામોમાં વિલંબ થયો છે.
હવે વિદ્યાર્થીઓને દિવાળી બાદના સત્રમાં જ પરિણામો મળશે.
ખાસ કરીને એફવાય બીકોમ હજુ સમગ્ર પ્રથમ સત્રમાં શરૂ કરી શકાયું નથી
જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રથમ સત્ર દિવાળી બાદ શરૂ કરવામાં આવનાર છે.
દિવાળી વેકેશનમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓને રજા રહેશે.
જોકે બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા ફેકલ્ટી ડીન અને વિભાગીય વડાઓને હાજર રહેવું પડશે.
યુનિવર્સિટી હેડ ઓફીસનું કામકાજ પણ ચાલુ રહેશે.
બીજી તરફ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની પ્રથમ સત્રાંત પરીક્ષા 18 ઓકટોમ્બર સુધી ચાલનાર છે.
સ્કૂલોમાં શિક્ષણ વિભાગ દ્વારા 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
10 નવેમ્બરના રોજથી શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થશે. શાળાઓમાં પણ દિવાળી વેકેશનનો સમયગાળો 21 દિવસનો રહેશે.