અમથાણી ગામે થયેલ ખૂની ખેલના આરોપીને આજીવન કેદની સજા

પ્રતીકાત્મક તસવીર:અમથાણી ગામે થયેલ ખૂની ખેલના આરોપીને આજીવન કેદની સજા..

અમથાણી ગામે થયેલ ખૂની ખેલના આરોપીને આજીવન કેદની સજા..

 

પ્રતીકાત્મક તસવીર:અમથાણી ગામે થયેલ ખૂની ખેલના આરોપીને આજીવન કેદની સજા..
પ્રતીકાત્મક તસવીર:અમથાણી ગામે થયેલ ખૂની ખેલના આરોપીને આજીવન કેદની સજા..

 

આરોપી શૈલેષભાઈ રમણભાઈ ડામોર ની પત્ની ઇલાબેન ને તારીખ ૨૯ ૧૦ ૨૦૨૧ના રોજ બપોરના ૧૫/૩૦ કલાકના સુમારે અમથાણી ગામે તેણી ના પિતા ભગાભાઈ મોતીભાઈ તાવિયાડ દિવાળીના તહેવારે પિયરે તેડી લઈ જતા હોય

આરોપી શૈલેષ એ ઉસકેરાઈ જઈ પોતાના ઘરમાંથી કનકા કુહાડી હાથમાં લઈ આવી તેના સસરા ભગાભાઈને મોઢાના ભાગે તથા ડાબા પગે ઢીંચણ થી નીચેના ભાગે કુહાડીના ગામ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ખૂન કરી

તેમજ પોતાની પત્ની ઇલાબેન ને મોઢાના ભાગે નાક ઉપર જમણા પગે પંજાના ભાગે તેમ જ ડાબા પગે એડીના ભાગે કનકા કુહાડીના ઘા મારી જીવલેણ ગંભીર ઇજાઓ કરી ખૂન કરવાની કોશિશ કરતાં

આરોપી શૈલેષ સામે કડાણા પોલીસ સ્ટેશનમાં ઇપી કોડ કલમ ૩૦૨ ૩૦૭ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો

જેની તલસ્પર્શી તપાસના અંતે પોલીસે આરોપી શૈલેષ વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા આ અંગેનો કેસ લુણાવાડા ની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો.

આ કેસમાં સરકાર તરફે કુલ ૨૨ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા.

તથા તેઓની જુબાનીમાં પર ૫૨ જેટલા દસ્તાવેજો કોર્ટ સમક્ષ પુરાવા સ્વરૂપે રજૂ થયેલ હતા

આ તમામ મૌખિક તથા લેખિત પુરાવાઓને ધ્યાને લઈને તેમજ સરકારી વકીલ શ્રી સરજન આર ડામોર ની ધારદાર દલીલોના આધારે મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી એચ એ દવે સાહેબે આરોપી શૈલેષ ને તેની સામે નોંધાયેલ ગુનાઓમાં તક શિરવાન ઠેરવી

તે અંતર્ગત ભારતીય દંડ સહીંતાની કલમ ૩૦૨ માટે આજીવન કેદની સજા તેમજ રૂપિયા ૧૦,૦૦૦/-(અંકે રૂપિયા દસ હજાર પુરા) દંડ જ્યારે કલમ ૩૦૭ મુજબના ગુના માટે ૧૦(દસ) વર્ષ ની સાદી કેદની સજા તેમજ રૂપિયા ૫૦,૦૦૦/-(અંકે રૂપિયા પચાસ હજાર પુરા) દંડ ફટકારતી સજા ફરમાવેલ છે

આ ઉપરાંત અદાલત દ્વારા ઉપરોક્ત દંડની રકમ ઈજા પામનાર ઇલાબેન કે જે મરણ જનાર ભગાભાઈ ની દીકરી અને આરોપી શૈલેષ ની પત્ની થાય છે

તેમને બંને દંડની રકમ વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કરેલ છે

 

 

ઇન્દ્રવદન વ.પરીખ,સંતરામપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp