BJP અને AAPની જેમ હવે કોંગ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ થશે
ભાજપ અને આપ આગામી વિધાનસભાની ચૂંટણી માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયું છે.
તેવી જ રીતે હવે કોંગ્રેસ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થશે અને કોંગ્રેસ શાસન દરમિયાન કરાયેલા કામો પ્રજા સમક્ષ પહોંચાડશે.
કોંગ્રેસે તેના લાંબા કાર્યકાળ દરમિયાન પ્રજાલક્ષી કોઇ કામ કર્યા નથી તેવો પ્રચાર કરવામાં આવે છે
ત્યારે કોંગ્રેસે પણ ભાજપને સોશિયલ મીડિયા મારફત જવાબ આપવા માટે કોંગ્રેસ દ્વારા કરાયેલા કામોને પ્રચાર કરવાનું નક્કી કર્યુ છે.
કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે,
પણ તેની પ્રસિદ્ધ યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાથી ભાજપ કોંગ્રેસે કઇ કર્યુ નથી તેવું પ્રસ્થાપિત કરવામાં સફળ રહીં છે.
વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના કામ બોલે છે તેવું કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત કોંગ્રેસે જય જવાન જય કિસાનનો નારો આપ્યો છે.
પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતવામાં કોંગ્રેસના તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ દેશને ગૌરવ અપાવ્યું હતું.
પાકિસ્તાનના બે ટુકડા કરીને પોખરણમાં પ્રથમ અણુધડાકો કરી ઇન્દિરા ગાંધીએ દેશનું નામ રોશન કર્યુ હતું.
પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ આઇ.ટી. અને ટેકનોલોજીમાં ક્રાંતિ લાવ્યા ઉપરાંત 18 વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપ્યો હતો.
આમ, કોંગ્રેસ સોશિયલ મીડિયાની મારફતે ભાજપ અને આપને વળતો જવાબ આપવા રણનીતિ બનાવી છે.