સંતરામપુર તાલુકામાં મનરેગાના શ્રમિક કોને મજૂરીના નાણાં નહીં ચુકવાતા રોસ..?
સંતરામપુર તાલુકાના સાંગાવાડા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડું કરવાનું કામ તારીખ 24- 4 -2019 ના રોજ શરૂ કરાયેલું હતું
જે આ કામના મજૂરોને તેમને કરેલ મજૂરીના નાણા જે બાકી નીકળે છે
તે આજદિન સુધી તાલુકા પંચાયત સંતરામપુર ને મનરેગા શાખાના અધિકારીઓ દ્વારા મજૂરોના બેંક ખાતામાં જમા નહીં કરાતા
તંત્રની લાલિયા વાડી બહાર આવવા પામેલ છે
સાગાવાડા ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડુ કરવાનું કામ શરૂ કરાયું
અને આ કામની કામગીરી તારીખ 11- 6 2022 ના રોજ પૂરી કરાતા કામ બંધ કરેલ હતું
સૌથી આશ્ચર્યજનક હકીકત એ છે કે આ કામના શ્રમિકોને મજૂરી તેમને કરેલ કામ તારીખ 8- 5- 2022 થી તારીખ 6 -6 -2022 સુધીના 30 દિવસ ની મજૂરીના નાણા તેમના બેંક એકાઉન્ટમાં જમા આજની સુધી નહીં થતાં
મજૂરોમાં રોષ જોવા મળે છે ઉલ્લેખનીય છે કે આ કામના શ્રમિકોને આ કામના શરૂઆતના દસ દિવસ નો મજૂરીનું વેતન ચુકવણું 02-6-2022 ના રોજ કરાયો છે
જ્યારે આ કામના છેલ્લા પાંચ દિવસની મજૂરી મજૂરોને તારીખ 27- 6- 2022 ના રોજ અપાયો છે
તો પછી આ કામના શ્રમિકોને આઠ પોચ 2022 થી 6 -6 -2022 ના વચ્ચે ના 30 દિવસોની મજૂરી કેમ ચૂકવવામાં આવી નથી
તે એક તપાસનો વિષય હોય રાજ્ય સરકાર અને ગ્રામ વિકાસ વિભાગને જિલ્લા પંચાયત મહીસાગરને ડીઆરડીએ મહીસાગર દ્વારા આ પ્રકરણમાં નિષ્પક્ષને તટસ્થ તપાસ કરાવીને કાળી મજૂરી કરનારા શ્રમિકોને મજૂરી નિયત કરેલ સમય મર્યાદામાં નહીં ચુકવનાર અધિકારીઓને કર્મચારીઓ સામે ત્વરિત પગલા ભરશે