બનાસકાંઠાના ઇતિહાસમાં એક નવો પ્રારંભ થયો છે જુના નેસડા ગામમાં સંપૂર્ણ દારૂબંધી અમલમાં આવ્યા બાદ …
પૂજ્ય ગુરુ મહારાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગામમાં સંપૂર્ણ દારૂબંધી થઈ…..
જૂના નેસડા ગ્રામજનો એ નવો ઇતિહાસ લખવાની શરૂઆત કરી છેપૂજ્ય ગુરુ મહારાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગામમાં સંપૂર્ણ દારૂબંધી થયા…..
બાદ આજુબાજુના ગામોમાં પણ સંપૂર્ણ દારૂ બંધ થાય એ માટેના અભિયાન ની શરૂઆત થઈ ચૂકી છે
ગામમાં કાયમી વ્યસન મુક્તિ માટે ૧૧૧ યુવાનોના આનંદ મંડળ ની રચના કરવામાં આવી છે
જેમાં જુના નેસડા ગ્રામ પંચાયત તેમજ આનંદ મંડળ ના યુવાનો એ સમસ્ત ગ્રામજનો તરફથી દારૂબંધી માટેની અપીલ કરતો પત્ર આજુ બાજુ ની ૧૫ ગ્રામ પંચાયતોને સુપ્રત કર્યો છે….
જેની સાથે સાથે સંસદ સભ્ય ધારાસભ્ય કલેકટર સાહેબ શ્રી અને એસ પી સહિત ના અધિકારીઓ ઉપર લખેલા પત્રની નકલ પણ સુપ્રત કરેલ છે
દરેક સરપંચ શ્રી સહિત ગામના લોકોને જુના નેસડા ગ્રામજનો તરફથી એક મજબૂત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે અમારા ગામમાં તો અમે દારૂબંધી કરી છે
આપના ગામમાં પણ આપ બંધ કરાવો અને એમાં અમારો આપને દરેક પ્રકારનો સહયોગ મળશે હવે અધિકારીઓને પણ પત્ર સોંપવામાં આવશે
૧ મુડેઠા ગ્રામ પંચાયત
૨ વડલાપુરા ગ્રામ પંચાયત મુડેઠા
3 ગોગાપુરા ગ્રામ પંચાયત મુડેઠા
૪ પાલડી ગ્રામ પંચાયત
૫ રામવાસ ગ્રામ પંચાયત
૬ સોની ગ્રામ પંચાયત
૭ નવા નેસડા ગ્રામ પંચાયત
૮ શેરગઢ ગ્રામ પંચાયત
૯ પેપળુ ગ્રામ પંચાયત
૧૦ બલોધર ગ્રામ પંચાયત
૧૧ ઘરનાલ મોટી ગ્રામ પંચાયત
૧૨ ઘરનાલ નાની ગ્રામ પંચાયત
૧૩ નવી ભીલડી ગ્રામ પંચાયત
૧૪ જૂની ભીલડી ગ્રામ પંચાયત
૧૫ સોયલા ગ્રામ પંચાયત વિગેરે ગામોએ આ ગુરુદેવના વચનનું પાલન કરવા સમર્થન કર્યું …