અમદાવાદમાં કેનેડાની ટિકિટ કરી આપવાનું કહી એજન્ટ 16 લાખ લઈ ફરાર
ઈસનપુરની મહિલાને કેનેડા ખાતે રહેતા પુત્રને મળવા જવું હોવાથી એક એજન્ટનો સંપર્ક કર્યો હતો.
એજન્ટે મહિલા અને તેના પતિ તથા બીજી બે વ્યક્તિની કેનેડાની ટિકિટ કરાવી આપવાનું કહીને રૂ.16.36 લાખ મેળવી લીધા હતા.
બાદમાં એજન્ટ પૈસા લઈને ફરાર થઈ ગયો હતો.
મહિલાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઈસનપુરના દર્શનાબેન દેસાઈનો દીકરો હર્ષ 11 વર્ષથી કેનેડા રહે છે
અને ત્યાંનું નાગરિકત્વ ધરાવે છે. હર્ષ અભ્યાસ કરતો હતો
ત્યારે તેની મિત્રતા એજન્ટ સોનિયા સાથે થઈ હતી,
જેથી દર્શનાબેન તેને સારી રીતે ઓળખતાં હતાં.
સોનિયાએ દર્શનાબહેનને જણાવ્યું હતું કે, મારો પતિ વિવેક ટ્વિન્સ એન્ટરપ્રાઇઝ નામથી એર ટિકિટ બુક કરવાનું કામ કરે છે.
દર્શનાબેન અને તેમના પતિ દીકરાને મળવા માટે કેનેડા જવું હતું.
ઉપરાંત કેનેડાથી એક વ્યક્તિને અમદાવાદ આવ્યા બાદ પરત કેનેડા જવાનું હતું.
જ્યારે અન્ય કેટલાક લોકોએ પણ કેનેડાની ટિકિટ કરાવવી હતી.
ચાર વ્યક્તિઓએ વિવેક પિંચાના ખાતામાં 16.39 લાખ નાખ્યા હતા.
ત્યારબાદ વિવેક અને સોનિયાએ ટિકિટ મળી જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
કેનેડા જવાનો સમય આવ્યો છતા ટિકિટ ન મળતા દર્શનાબહેનના પતિ તેની ઓફિસ ગયા હતા.
ત્યારે સોનિયાએ જણાવ્યું હતું કે, મારે પતિ સાથે લેવા દેવા નથી તે ભાગી ગયો છે.