ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું લઘુત્તમ પારો 15.9 ડિગ્રી

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું લઘુત્તમ પારો 15.9 ડિગ્રી

ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું લઘુત્તમ પારો 15.9 ડિગ્રી

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું લઘુત્તમ પારો 15.9 ડિગ્રી
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું લઘુત્તમ પારો 15.9 ડિગ્રી

 

ગાંધીનગરમાં ઓક્ટોબર માસમાં આટલી ઠંડી પડી નહી હોવાથી નગરવાસીઓને દિવાળી પહેલાં ગરમ વસ્ત્રો પહેરવા પડશે તેમ લાગી રહ્યું છે.

બુધવારે લઘુત્તમ પારો 15.9 ડીગ્રીની સામે મહત્તમ પારો 35.3 ડીગ્રી નોંધાયો હતો.

આથી દિવસે ગરમી અને રાત્રે ઠંડી ડબલ ઋતુનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે.

ચાલુ વર્ષે ઠંડી પણ દિવાળી કરવા આવી હોય તેમ અત્યારથી શરૂઆત થઇ ગઇ છે.

છેલ્લા દસેક દિવસથી ઠંડીની અસર રાત્રી દરમિયાન અનુભવ થતો હતો.

પરંતુ છેલ્લા પાંચેક દિવસથી નગરનો લઘુત્તમ પારો સતત ગગડી રહ્યો છે.

આથી આગામી સમયમાં ઠંડીનું જોર વધતા દિપાવલી અને નૂતનવર્ષના તહેવારોમાં નગરવાસીઓને ગરમ વસ્ત્રો પહેરવા પડશે.

તેમ વધતી જતી ઠંડી પરથી લાગી રહ્યું છે.

ગત તારીખ 14મી, ઓક્ટોબરના રોજ નગરનું લઘુત્તમ તાપમાન 21.7 ડીગ્રી નોંધાયું હતું.

ત્યારબાદ નગરનો લઘુત્તમ પારો સતત ઘટતો જ ગયો છે.

આથી ગત તારીખ 15મી, ઓક્ટોબરે 17.5 ડીગ્રી, ગત તારીખ 16મી, ઓક્ટોબરે 16.9, ગત તારીખ 17મી, ઓક્ટોબરે 17.9 ડીગ્રી,

ગત તારીખ 18મી, ઓક્ટોબરે16.5 ડીગ્રી બાદ બુધવારે લઘુત્તમ પારો 15.9 ડીગ્રી નોંધાયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp