કાંકરેજ ના કંબોઈ ચોકડી પાસેથી અવરલોડ રેતી ભરી જતા એક ડમ્પર ને શિહોરી પોલીસે ઝડપી પાડ્યું..
શિહોરી પોલીસની લાલ આંખ અવરલોડ વાહન ચાલકોમાં ફેલાયો ફફડાટ….
શિહોરી પોલીસ સ્ટેશનમાં નવા વરાયેલ પી.એસ.આઇ બી.એલ. રાયજાદા સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
જે દરમ્યાન કંબોઇ ચોકડી નજીક થી એક ડમ્પર નદી તરફથી આવતા જેને ઉભું રખાવી જેનો નંબર જોતા નંબર.GJ – ૦૨ – ZZ ૭૨૫૮ નો જે ગાડીમાં રેતી ભરેલ હોઇ જે ડ્રાઇવર પાસે રોયલ્ટી પાવતી માંગતા
જેઓ રોયલ્ટી પાસ રજુ કરતાં જેમાં રેતીનું વજન ૩૯.૬૨ ટનનું હોઇ જેથી વે-બ્રિજ શિહોરી ખાતે વજન કરાવતા સદર હાઇવામાં ઓવરટન રેતી ભરેલ હોવાનું જણાઇ આવતાં
સદરે હાઇવો શિહોરી પોલીસ.સ્ટેશન માં મુકી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે…..