તળાજા તાલુકાના ગામોમાં રોડ પર ઢંકાયેલા બાવળોથી વાહન ચાલકો ત્રસ્ત
તળાજા તાલુકાના ગામોમાં બાવળોએ કબજો જમાવતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે
છતા તંત્રને આ સમસ્યા ઉકેલવા કોઇ પ્રયત્નો કરવામાં આવતા નથી.
તળાજા તાલુકાના બેલા,ચુડી,હમીરપરા, રાજપરા નં ૨, સાંખડાસર નં ૨, દીહોર, સમઢિયાળા, ભદ્રાવળ, જેવા અંતરિયાળ ગામના પાકાં રોડ ઉપર બંને સાઇડ ગાંડા બાવળોએ અડીંગો જમાવી દીધો છે,
જેના કારણે નાના વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે
રોડની બંને સાઇડ ત્રણ ફુટ માટી કામ કરી જંગલ કટીંગ કરવામાં આવે છે
પણ અત્યારે રોડ ઉપર ત્રણ ચાર ફુટ બાવળો આવી ગયાં છે,
દર વર્ષ માર્ગ મકાન વિભાગ દ્વારા કામ તો કરવામાં આવે છે
પણ કાગળ ઉપર,કારણ સ્થળ ઉપર તો જૈસૈ થે સ્થિતિ જોવા મળે છે
હમણા જ બેલાથી ચુડી સુધી જંગલ કટીંગ કરવા જેસીબી આવ્યું હતું પણ આ છેડે થી ઓલા છેડે આંટો મારીને જતું રહ્યું છે.