ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધાર્મિક સ્થળોની યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

નાનાલાલ ભવાનભાઇ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા અયોધ્યા, પ્રયાગરાજ, બનારસ માટે રેલવેના આરામ દાયક રિઝર્વ ટ્રેઈન મારફતે આજરોજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ અયોધ્યા,
પ્રયાગરાજ, બનારસની જીવનની ચીર સ્મરણીય યાત્રા પ્રવાસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
ત્રિવેણી સંગમની અલૌકિક યાત્રાનું આયોજન કરાયું
છેલ્લા ઘણા વર્ષોથી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા દર વર્ષે નિમિત માત્ર ભાવથી સમાજના જુદા-જુદા ધર્મ તથા જુદા-જુદા વર્ગના બહેનોની કે જેઓ આર્થિક કારણોસર યાત્રામાં ન જઈ શકતા હોય તેવા વિધવા કે 35 વર્ષથી વધુ ઉંમરના, નિ:સંતાન દંપતી તથા મોટી ઉંમરના અપરીણિત બહેનો માટે દર વર્ષે યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આજરોજ ઓક્ટોબરના રોજ અયોધ્યા, બનારસ, કાશી વિશ્વનાથ, પ્રયાગરાજ ત્રિવેણી સંગમની અલૌકિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે વિવિધ ધાર્મિક સ્થળોએ યાત્રિકો રવાના થાય છે
દર વર્ષે સ્પેશ્યલ ટ્રેન મારફત ભાવનગરથી દેશના વિવિધ ધાર્મિક સ્થળો અયોધ્યા, બનારસ, પ્રયાગરાજની યાત્રા આજરોજ ભાવનગર ટર્મિનસ ખાતેથી યાત્રિકો રવાના થયા હતા.
આ યાત્રામાં 1 હજાર 50 યાત્રિકો અને 150નો સ્ટાફ મળી કુલ 1 હજાર 200 લોકો જોડાયા હતા.
આ માટે કુલ 4 હજાર 800 ફોર્મ આવ્યા હતા. જેમાંથી 1 હજાર 50 પસંદ કરાયા છે.
આ યાત્રા પ્રસંગે ભાવનગરના પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, જિલ્લા કલેક્ટર, ભાવનગર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુ ધામેલીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, કમિશનર, ડીઆરાએમ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.