લુણાવાડામાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ; ભવ્ય શોભાયાત્રાની સાથે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું મહીસાગર જિલ્લા મથક લુણાવાડા કોટેજ ચાર રસ્તા ખાતે મહારાજા સિદ્ધરાજસિંહના હસ્તે, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક સહિત રાજપૂત સમાજના અગ્રણી મહાનુભાવો અને મોટી જનમેદનીના જયકારા સાથે અનાવરણ કરાયું હતું.
રોશનીના ઝળહળાટ અને આતશબાજી સાથે ખુલ્લી મુકાયેલી પ્રતિમા સૌ કોઈ માટે પ્રેરણા સ્ત્રોત્ર બનશે તેવી પ્રાર્થના સાથે મહાઆરતી કરવામાં આવી હતી.
વિજયા દશમીના પાવન અવસરે જિલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા આયોજીત ભવ્ય શોભાયાત્રા રાજમહેલથી યોજાઇ હતી.
જે સજ્જનકુંવરબા હાઇસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં રાજપૂત યુવા સંગઠન અને મહાકાલ સેનાના યુવાનો દ્વારા કોરોના કાળમાં કરેલા સેવાકાર્યની સરાહના કરવામાં આવી હતી.
રાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાની સ્થાપના માટે દાતાઓના દાનને બિરદાવી સન્માનિત કરાયા હતા.
મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું
લુણાવાડા શહેરમાં મહીસાગર જિલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાના અનાવરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લુણાવાડા શહેરમાં રાજમહેલ ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
જેમાં રાજપુત સમાજના અગ્રણીઓ-યુવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
શોભાયાત્રા લુણાવાડા શહેરમાં આવેલી શ્રી સજ્જનકુવરબા હાઇસ્કૂલ ખાતે પહોંચી હતી.
જ્યાં શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં લુણાવાડા સ્ટેટના મહારાજા સિદ્ધરાજસિંહજી સોલંકીની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતીમાં શસ્ત્ર પૂજન પણ કરાયું
લુણાવાડાના મહારાજા સિધ્ધરાજસિંહજી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક પૂર્વ ધારાસભ્ય સુરપાલસિંહજી સોલંકી સહિત રાજપુત સંગઠનના હોદ્દેદારો અગ્રણીઓ યુવાનો અને રાજપૂત સમાજના લોકોની ઉપસ્થિતિમાં મહારાણા પ્રતાપજી ની ભવ્ય પ્રતિમાનું કોટેજ ચાર રસ્તા ખાતે અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લા સહિત જિલ્લા બહારના રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.