પરંપરાગત મોતી ભરેલી વિશિષ્ટ ટોપી પહેરી પુરૂષો જ રમે છે ગરબી

પ્રતીકાત્મક તસવીર:પરંપરાગત મોતી ભરેલી વિશિષ્ટ ટોપી પહેરી પુરૂષો જ રમે છે ગરબી

પરંપરાગત મોતી ભરેલી વિશિષ્ટ ટોપી પહેરી પુરૂષો જ રમે છે ગરબી

પ્રતીકાત્મક તસવીર:પરંપરાગત મોતી ભરેલી વિશિષ્ટ ટોપી પહેરી પુરૂષો જ રમે છે ગરબી
પ્રતીકાત્મક તસવીર:પરંપરાગત મોતી ભરેલી વિશિષ્ટ ટોપી પહેરી પુરૂષો જ રમે છે ગરબી

 

પોરબંદર શહેરમાં આવેલ ભદ્રકાલી ગરબીએ 97 વર્ષ પૂર્ણ કરી 98મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

લીમડા ચોકમાં દિવેચા કોળી સમાજ દ્વારા 98 વર્ષથી યોજાતી અનોખી ગરબીમાં માઈક વિના માતાજીના ગુણગાન ગાવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

આ ગરબીમાં માત્ર પુરુષો જ રમી શકે છે. ગરબે રમનાર પુરુષોએ ટોપી પહેરવી ફરજિયાત છે.

મા આદ્યશક્તિની ઉપાસનાથી માનવ હૃદયમાં માનવતા પ્રગટે તેવા શુભ હેતુથી દિવ્યાચા કોળી સમાજની ભદ્રકાલી માતાજી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત 1981 માં કોળી સમાજના અગ્રણી સ્વ જાદવભાઈ સોલંકી તથા મિત્રોએ કરી હતી.

સ્વ જાદવભાઈએ ભદ્રકાલીક માતાજીના ગરબાની સ્વરચના કરી હતી.

સ્વર તાલ અને લય આ ગરબીમાં જોવા મળે છે. અહીં માત્ર પુરુષો જ ગરબી રમે છે.

અને માઇકનો ઉપયોગ થતો નથી. આમ પરંપરાગત રીતે ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણ વગર યોજાતી આ ગરબીએ 98 મા વર્ષમાં પ્રવેશ કરી કર્યો છે.

અને લગભગ 1 સદી જૂની આ ગરબીએ આજે પણ પોતાની પરંપરા જાળવી રાખી છે.

વિશિષ્ટ ગરબીની અમેરિકાની યુનિવર્સિટીએ ડોક્યુમેન્ટરી બનાવી

જાણીતા કેળવણી કાર અને સમાજ રત્ન ડોક્ટર ઈશ્વરભાઈ ભરડાના જણાવ્યા મુજબ પરંપરાગત રીતે ધ્વનિ, પ્રદૂષણ વગર યોજાતી આ ગરબીની અમેરિકાની યુનિવર્સિટીએ ડોક્યુમેન્ટરી બનાવી છે.

વર્ષો પહેલાં જાણીતા સાહિત્યકાર નરોતમ પલાણની રાહબરી હેઠળ ગરબીની પ્રાચીન સંસ્કૃતિને લઈ અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીએ આ ગરબીની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

કાન ફાડી નાખે તેવા અવાજના ઘોંઘાટના બદલે અહીં લાઉડ સ્પીકર વગર રમાય છે ગરબી

શહેરમાં આવેલ ભદ્રકાલીન ગરબી મંડળ ખાતે માત્ર પુરુષો જ ટોપી ધારણ કરી ગરબી રમે છે.

કાન ફાડી નાખે તેવા અવાજના પ્રદુષણ વચ્ચે એકમાત્ર એવી ગરબી છે કે અહીં લાવુંસ સ્પીકર વગર ગરબી રમાડવામાં આવી રહી છે.

ભદ્રકાલી માતાજીની ગરબીમાં વિવિધ દેવી-દેવતાઓના વેશભૂષાના દર્શન થાય છે

આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાલી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઈ છે,

અહીં આધુનિક યુવાનો ટોપી પહેરીને માતાજીના ગરબા રમે છે.

ગરબી મંડળના પ્રમુખ રામજીભાઈ બામણીયાની રાહબરી હેઠળ અહીં રામ-સીતા, શિવ પાર્વતી, રાધાકૃષ્ણ, નારદજી, ભીષ્મપિતામા, લવકુશ, હનુમાનજી સહિતના દેવી-દેવતાઓના વેશ પુરુષો ધારણ કરી માતાજીના ગરબા રમે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp