અમદાવાદમાં સસરા પાસેથી 1.70 કરોડ લઈ પતિ પત્ની-દીકરીને મૂકી USભાગી ગયો

ધંધામાં પૈસાની જરૂર હોવાથી જમાઈએ સસરા પાસેથી રૂ.55 લાખ ઉછીના લઈને સામે રૂ.50 લાખ જ પાછા આપ્યા હતા.
જ્યારે બંગલો બનાવવા માટે પણ પુત્રવધૂના પિતાએ રૂ.1.70 કરોડ આપ્યા હતા.
તેમ છતાં સાસરી પક્ષના સભ્યો પરિણીતાને હેરાન કરતા હતા.
દરમિયાન પતિ રાતોરાત પત્ની અને દીકરીને મૂકી અમેરિકા ભાગી જતા
પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આંબલી વિસ્તારમાં રહેતા શિવાનીબેન પટેલની પોલીસ ફરિયાદ મુજબ, તેમના લગ્ન 8 વર્ષ પહેલાં માલવ પટેલ સાથે થયાં હતાં.
લગ્ન બાદ શિવાનીબેન સાસુ કીર્તિબેન, સસરા પંકજભાઈ તેમ જ દિયર રોમિલ સાથે રહેતા હતાં.
માલવ પટેલે ધંધામાં પૈસાની જરૂર હોવાથી શિવાનીબેનના પિતા પાસેથી રૂ. 55 લાખ લઈ 3 મહિના બાદ રૂ.50 લાખ જ પાછા આપ્યા હતા
અને ત્યાર બાદ બંગલો બનાવવા રૂ.1.70 કરોડ લીધા હતા. નાની-નાની બાબતે સાસુ, સસરા અને પતિ હેરાન કરતા હતા.
દરમિયાન માલવભાઈ શિવાનીબેન અને દીકરીને મૂકીને અમેરિકા જતા રહ્યા હતા.
આ અંગે શિવાનીબેને ફરિયાદ નોંધાવી હતી.