બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

પ્રતીકાત્મક તસવીર:બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

પ્રતીકાત્મક તસવીર:બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન
પ્રતીકાત્મક તસવીર:બાળકો મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે તો સાવધાન

 

 

બીચ હોય કે પાર્ક હોય કે મોટાભાગના ઘરોમાં જ્યાં જુઓ ત્યાં લોકો પોતાના સ્માર્ટ મોબાઈલ ફોન પર માંડ્યા રહેતા જોવા મળે છે.

કેટલાક પરિવારોમાં તો નાના બાળકો મોબાઈલ ફોનમાં શોશ્યલ મીડિયાના માધ્યમનો એવો ચસ્કો લાગ્યો જોવા મળે કે, બાળકને જમાડતી વખતે મોબાઈલ ફોન ચાલુ હોય

ત્યારે જ બાળકને જમાડી શકાય! પરંતુ આ આદત હાનિકારક સાબિત થઈ શકે છે.

બાળકે પોતાના ઘરમાં તોડફોડ કરી

પોરબંદરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો

જેમાં 12 વર્ષના બાળકે પોતાનો જુના મોબાઈલ ફોનને બદલે નવો ફોન લેવાની જીદ કરી હતી

અને આ જીદ એટલી હદે વ્યાકુળ બની કે બાળકે પોતાના ઘરમાં તોડફોડ કરી દેતાં તેના વાલીઓ સ્તબ્ધ બન્યા હતા

અને બાળક પ્રત્યે ગંભીરતા દાખવી હોસ્પિટલ નો સહારો લેવો પડ્યો હતો

તેવુ બાળરોગ નિષ્ણાંત તબીબ જય બદિયાણીએ જણાવ્યું હતું.

તબીબે જણાવ્યું હતુંકે, મોબાઈલ ફોનની લતના કારણે બાળક આક્રમક બની ગયું હતું

જેથી આ બાળકની મનોચિકત્સક પાસે રીફર કરવું પડતું હતું

અને બાળકને કાઉન્સેલિંગ સેશન કરવા પડ્યા હતા.

બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય

ડો. જય બદિયાણીએ જણાવ્યું હતુંકે, બાળકો જ્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે ત્યારે મગજમાં ડોયામાઈન અને એન્ડોફિન નામના ન્યુરોટ્રાન્સમીટર વધુ સ્ત્રાવ થાય છે

જેથી મગજને તેની આદત પડી જાય છે. બાદ બાળકને મોબાઈલ ફોન ન મળે તો બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે

અને ખુબજ ગુસ્સો આવે છે આથી આ મોબાઈલ ફોનનું વ્યસન તમાકુ, બીડી, માવા, દારૂ કરતા પણ વધુ ખતરનાક સાબિત થાય છે.

બાળકો ઉપર મોબાઈલ ફોનની કેવી રીતે પડે છે નેગેટીવ ઇફેક્ટ

બાળરોગ નિષ્ણાંત ડો. જય બદિયાણીએ જણાવ્યું હતુંકે, મોબાઈલ ફોનનો રાત્રે વધુ વપરાશ કરવામાં આવે તો ઊંઘ વહેલી આવતી નથી

અને પછીનો દિવસ થાક અને ચીડિયાપણું રહે છે.

વધુ પડતી સ્ક્રીન સામે જોવાથી આંખોને નુકશાન થાય છે.

વધુ પડતાં મોબાઈલ ફોન – ટીવીના વપરાશથી બાળક બહારની દુનિયાથી વિખૂટું પડે છે.

આઉટ ડોર ગેમ્સ રમતો નથી તેથી શારીરિક કસરત થતી નથી.

સામાજિક પ્રવુતિ ઓછી થતા બાળક એકલવાયું બની જાય છે

અને ડિપ્રેશન અને એન્ઝાઈટીનો શિકાર બને છે.

ગરદનના સ્નાયુઓને પણ નુકશાન થાય છે.

બાળકની સહન શક્તિ ઓછી થતી જાય છે

અને વારંવાર ગુસ્સે થવું, આક્રમક થઈને તોડફોડ કરવી જેવા લક્ષણો પણ જોવા મળે છે.

વાલીઓએ બાળકોની શું કાળજી લેવી?

પ્રથમ તો માતાપિતાએ બાળકનું રોલ મોડલ બનવું જોઈએ.

વાલીઓએ મોબાઇલનો ઉપયોગ જોઈતો પૂરતો જ કરવો જોઈએ,

બાળકોને મોબાઈલના ફાયદા – ગેર ફાયદા સમજાવવા જોઈએ, કેટલીક ઉત્તેજક, હિંસાત્મક ગેમ્સ કે એપ્લિકેશન મોબાઈલમાં રાખવી જોઈએ નહિ.

તેનાથી બાળકને આદત પડે છે. સ્કીન ટાઇમ નક્કી કરવો જોઈએ,

વધીને 30 થી 45 મિનિટ જ બાળકને મોબાઈલ ઉપિયોગ કરવાનો. બાળક મોબાઈલ લે ત્યારે તે શું કરે છે

તેની વાલીને ખબર હોવી જોઈએ. જમતી વખતે મોબાઇલનો ઉપીયોગ કરવો ન જોઈએ.

બાળકોને ભોજન કરાવવામાં વાલીઓ મોબાઈલ આપી દે છે જેથી ટેવ પડે છે

અને બાળક મોબાઈલ વિના જમતું નથી.

બાળકો સાથે વાતો કરવી જોઈએ અને સમય આપવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp