માણસાના લીંબોદરામાં ખેતરમાં જવા મુદ્દે 2 પરિવાર વચ્ચે ધીંગાણું

માણસા તાલુકાના લીંબોદરામાં મોડી સાંજે સીમમાં મંદિરે દર્શન માટે ગયેલા બે પરિવાર વચ્ચે ખેતરમાં જવાના રસ્તા બાબતે બોલા ચાલી થતા ચાર ઈસમોએ ભેગા મળી પિતા પુત્રને લાકડી અને ગદડા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મોડી રાત્રે સામા પક્ષના પણ લોકો મારામારી કરવા માટે હુમલાખોરોના ઘરે પહોંચી અપશબ્દો બોલ્યા હતા.
જે બાબતે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી માણસા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
લીંબોદરા ગામે આવેલા દાદાભાના માઢમાં રહેતા વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ વાઘેલા તથા તેમના પિતા અને કાકા સોમવારે મોડી સાંજે ખેતરના મંદિરે નૈવેધ અને દર્શન માટે ગયા હતા
અને ત્યાંથી પરત આવતી વખતે તેમને રસ્તામાં ગામમાં જ રહેતા ભરતસિંહ રતનસિંહ વાઘેલા, દશરથસિંહ રતનસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા અને જશવંતસિંહ બબાજી વાઘેલા સામે મળ્યા હતા.
આ ચારે જણાએ તમે અમારો ખેતરમાં જવાનો રસ્તો કેમ બંધ કર્યો છે
તેવું પૂછતા વિરેન્દ્રસિંહ તથા તેમના પિતાએ જણાવ્યું હતું કે તમારા ઢોર અમારા ખેતરમાં બગાડ કરે છે
માટે રસ્તો બંધ કર્યો છે તેવું જણાવતા આ ચારેય જણા ઉશ્કેરાઈ જઇ માર માર્યો હતો.