દાહોદમાં પ્રથમ વખત રાવણ સાથે મેઘનાથ-કુંભકર્ણનું દહન
દાહોદ શહેરમાં નવરાત્રીમાં અબાલવૃદ્ધો ગરબામાં રાસ-દાંડિયાની રમઝટ બોલાવી રહ્યા છે.
પરેલ વિસ્તારમાં રામલીલા પણ ધુમ મચાવી રહી છે.
વર્ષોથી આર્ય સાંકૃતિક કલા મંડળ દ્વારા તૈયાર કરાયેલી રામ રાવણની સેના શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. સાંજે વિશાળ જન મેદની વચ્ચે ફ્રિલેન્ડગંજના સી.સાઈટ મેદાનમાં સત્યના પ્રણેતા રામ અને અંહકારરૂપી રાવણ વચ્ચે યુદ્ધ બાદ બુધવારે રાવણ દહન કરાશે.
સી સાઇડમાં આ વખતે રાવણ જ નહીં પરંતુ
તેની સાથે મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
દાહોદમાં પ્રથમ વખત આ આયોજન થઇ રહ્યું છે.
ભૂપેન્દ્ર ચૌહાણ અને દીપેશ ભુરિયાએ જણાવ્યુ હતું કે, છેલ્લા 10 દિવસથી 25 સ્થાનિક યુવાનોની ટીમ અમદાવાદના કારીગરોના માર્ગદર્શનમાં કામગીરી કરી રહી છે.
કામગીરી અંતિમ ચરણોમાં ચાલી રહી છે અને મંગળવારની સાંજ સુધી ત્રણેયના પૂતળા ઉભા પણ કરી દેવાશે.
વરસાદની આગાહી અને પરોઢે પડતી ઓસથી બચાવવા માટે પ્લાસ્ટિકના તંબુ તાણીને કામગીરી કરવામાં આવી હતી.
રાવણનું પૂતળુ 60 ફૂટ જ્યારે મેઘનાથ અને કુંભકર્ણનું પુતળુ 40-40 ફૂટનું રહેશે.
ભૂતકાળમાં રાવણ અને મેઘનાથના પૂતળાનું દહન કર્યુ હતું,
પરંતુ કોરોનાના બે વર્ષ બાદ હવે છૂટ મળી છે,
ત્યારે પ્રથમ વખત ત્રણેના પૂતળાનું દહન કરવાનું નક્કી કરાયુ હતું.