હાથ જ સ્કૂલ પ્રકરણમાં જવાબદાર શિક્ષિકા સામે કાર્યવાહી ન થતા રોષ
ગરબા સમયે મિલકાબેને ગેટને તાળું મારી દીધું હતું જેથી વાલીઓ અંદર ન પ્રવેશે: ગ્રામજનો
નડિયાદ તાલુકાના હાથ જ પે સેન્ટર શાળામાં શુક્રવારે ગરબા ના કાર્યક્રમ દરમિયાન તાજીયા રમાડવાના વિવાદમાં શિક્ષણ વિભાગે 24 કલાકમાં ચાર શિક્ષિકાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
પરંતુ એક શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી નહીં થતા ગ્રામજનોમાં હજુ પણ રોષ યથાવત છે .
હાલ તો શાળામાં ત્રણ દિવસની રજા છે પરંતુ ગુરુવારે શાળા ખુલશે ત્યારે કંઈક નવાજૂની થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે .
હાથ પે સેન્ટર શાળામાં બનેલ નિંદનીય ઘટના બાદ શિક્ષણ વિભાગની કામગીરી નોંધપાત્ર રહી છે .
ચાર શિક્ષિકાઓને ગણતરીના સમયમાં સસ્પેન્ડ કરી દેવાયા.
પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ સમગ્ર કાંડમાં મુખ્ય સૂત્રધાર મિલ્કાબેન ખ્રિસ્તી ઇરાદાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નેજા હેઠળની ચાર સભ્યોની ટીમ એ રવિવારે શાળાની મુલાકાત લીધી હતી.
પરંતુ 15 વર્ષથી એક જ શાળામાં ફરજ બજાવી રહેલા મીલ્કાબેન ને ઇરાદાપૂર્વક બચાવાયા હોવાનો આરોપ પૂર્વ સરપંચે કર્યો હતો
યા હુસેન ના નારા લાગ્યા ત્યારે શિક્ષિકા હાજર હતા..
ગરબા ચાલતા હતા ત્યારે અને યા હુસેનના નારા લાગ્યા .
ત્યારે શિક્ષિકા મીલ્કાબેન સ્થળ પર હાજર જ હતા .
ગ્રામજનો શાળામાં ન પ્રવેશે તે માટે તેમણે જ દરવાજા બંધ કર્યા હતા
અમે ગુરુવારે શાળાની મુલાકાત લેવાના છીએ..
આખું ગામ શિક્ષિકા નો વિરોધ કરી રહ્યું છે ..
આજ શિક્ષિકા સમગ્ર કાર્ડ માં મુખ્ય સૂત્રધાર હોવા છતાં બદલી કરી નથી..
ગુરુવારે અમે આચાર્યને મળવા જવાના છીએ.
ગરબા ના વિડીયો માં મિલ્કાબેન દેખાતા નથી..
શાળામાં ગરબા નો વિડીયો અમે જોયો છે ..
સ્ટાફને સાથે રાખી ઓળખ કરી છે..
પરંતુ વીડિયોમાં મિલકાબેન ગરબા ગાતા કે અન્ય પ્રવૃત્તિ કરતા દેખાતા નથી