નાથપુરા ખાતે ગેનીબેન ઠાકોર ના હસ્તે આર સી સી રોડ અને પક્ષી ઘરનું લોકાર્પણ કરાયું..
કુડવા માં આર સી સી રોડનું ૫ લાખની ગ્રાન્ટ નું લોકાર્પણ કાર્યક્રમ તેમના હસ્તે કરવામાં આવ્યું
તેમજ નાથપુરા ગામે તળાવ ની પાળ ઉપર બનાવેલ પક્ષી ઘર માટે ૫ લાખ ની ગ્રાન્ટ તથા સમશાન મા અન્ય કામ માટે
૫ લાખ નું ખાત મુરત એમ કુલ બલાજી ડાયાજી રાઠોડ ની ગ્રાન્ટ માથી નાથપુરા અને કુડવા ગામ માટે ૧૫ લાખ ના કામ આપ્યા
નાથપુરા ગામે ભાભર- વાવના ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર એ કુડવા ગામે આર સી સી રોડનું અને નાથપુરા ગામે તળાવ ની પાળ ઉપર બનાવેલ પક્ષી ઘરનું લોકાર્પણ ગેનીબેન ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અમરતજી ઠાકોર,જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂપતજી. એન મકવાણા,
જીલ્લા પંચાયત ના સદસ્ય શ્રી બલાજી ડાયાજી રાઠોડ, બનાસ બેંકના ઇન્સ્પેક્ટર સી વી ઠાકોર, થરા પૂર્વ પ્રમુખ વિનોદજી આર ઠાકોર ,
ચેરમેન પુરણસિંહ વાઘેલા, સૂરુભા, વેનાજી.ડી ઠાકોર સહિત બન્ને ગામોના રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યા માં આ લોકાર્પણ કાર્યક્રમ મા હાજર રહયા હતાં….