સંતરામપુરમાં ૧૦ વર્ષે પણ આવાસો તૈયાર નથી..

ચીફ ઓફિસરે હલકી ગુણવત્તાને લઈ કામગીરી બંધ કરાવી હતી ;આવાસો ખંડેર બન્યા..
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2012માં આવાસ યોજના ના 272 મકાનો બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું..
પરંતુ ૧૦ વર્ષે આવાસો તૈયાર થયા નથી. ત્યારે સંતરામપુર પાલિકાના ગેટ પર આવાસ યોજના નું બેનર લગાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે..
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગરીબ પરિવારને પોતાનો ઘરનું ઘર મળી રહે..
તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવેલી હતી સંતરામપુર નગરના વાલ્મિકી વાસ અને મરઘા કેન્દ્ર પાસે કુલ 272 બનાવવા માટેની આશરે 2012માં તેનું ભૂમિ પૂજન કરવામાં આવેલું હતું..
અને કામગીરી શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન પાલિકાના અગાઉના ચીફ ઓફિસર મયુર જોશી એ આવાસ બનતા સ્થળની તપાસ કરેલી હતી.
તે દરમિયાન ગુણવત્તા કક્ષાની હલકી હોવાના કારણે કામગીરી બંધ કરવાની કોન્ટ્રાક્ટરને જાણ પણ કરી હતી ..
ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી બંધ થયેલ છે.
અને 10 વર્ષ બાદ પણ કરોડોનો ખર્ચ કર્યો બાદ કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા..
એક પણ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મળ્યો નથી..
ત્યારે સંતરામપુર માં પાલિકા કચેરી તથા ટાવર ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના નું ગૃહ પ્રવેશના બેનર લગાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે
272 આવા સોની તપાસ શરૂ કરી છે: દીપ સિંહ હઠીલા ચીફ ઓફિસર હજુ સુધી આવાસ નો લાભ મળ્યો નથી..
સંતરામપુરમાં વડાપ્રધાન આવાસ યોજનામાં આવાસ નો લાભ મળ્યો છે ..
પરંતુ અમને ઘર મળ્યું નથી વહેલી તકે આવાસો બને અને અમને લાભ મળે ..
તેવી અમે વારંવાર રજૂઆત કરી..
તેમ છતાં હજુ સુધીનો આવાસ નો લાભ મળ્યો નથી