વટવા રિંગરોડ પર હિટ એન્ડ રનમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત, પતિ-પુત્ર ઈજાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર:વટવા રિંગરોડ પર હિટ એન્ડ રનમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત, પતિ-પુત્ર ઈજાગ્રસ્ત

વટવા રિંગરોડ પર હિટ એન્ડ રનમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત, પતિ-પુત્ર ઈજાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર:વટવા રિંગરોડ પર હિટ એન્ડ રનમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત, પતિ-પુત્ર ઈજાગ્રસ્ત
પ્રતીકાત્મક તસવીર:વટવા રિંગરોડ પર હિટ એન્ડ રનમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત, પતિ-પુત્ર ઈજાગ્રસ્ત

 

વિંઝોલમાં રહેતા દેવાંગભાઈ શનિવારે મોપેડ પર પત્ની, પુત્ર સાથે ખરીદી કરવા જઈ રહ્યા હતા.

વટવા એસપી રિંગ રોડ નજીક મહાલક્ષ્મી તળાવ પાસે ટ્રકે તેમના મોપેડને ટક્કર મારી હતી.

જેમાં તેની પત્નીનું મોત થયું જ્યારે દેવાંગભાઈ અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

વિંઝોલના પંચરત્ન ફ્લોરામાં રહેતા દેવાંગભાઈ મિશ્રા શનિવારે સાંજના સમયે ઘરવખરીનો સામાન ખરીદવા માટે પત્ની શીલા, પુત્ર અર્ચિત્ય સાથે એક્સેસ લઈને વટવા મહાલક્ષ્મી તળાવ પાસે આવેલ મોલ જઈ રહ્યા હતા.

એસપી રિંગ રોડ થી રોપડા થઈ મહાલક્ષ્મી તળાવ તરફ જતા રોડ પર પહોંચ્યા ત્યારે એક ટ્રક ચાલકે એક્સેસને પાછળથી ટક્કર મારી હતી.

જેમાં ટ્રકનું ટાયર શીલાબેન પર ચઢી ગયું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક હકારી ફરાર થઈ ગયો હતો.

ઈજાગ્રસ્ત દેવાંગભાઈ અને પુત્ર અર્ચિત્યને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

ગરબા રમી ઘરે પરત ફરી રહેલા આધેડનું ટુ-વ્હિલર દીવાલ સાથે અથડાતાં મોત

અમરાઈવાડીની પદમાવતી પાર્કમાં રહેતા 47 વર્ષીય પરશરામ જીતુરી શનિવારે રાત્રિના સમયે મણિનગર ખાતે ગરબા રમીને તેમના દીકરા જય અને દીકરી દિયા સાથે ટુવ્હિલર લઈને ઘરે જઈ રહ્યા હતા.

જો કે તેમની સ્પીડ વધુ હોવાથી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો

અને હાટકેશ્વર પાસે આવેલ ખોડિયાર માતાના મંદિર પાસેની પદમાવતી પાર્ક સોસાયટીની દિવાલ સાથે ટુવ્હિલર ટકરાયું હતું.

જેથી પરશરામ તથા તેમના બન્ને સંતાનોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતાં.

જો કે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે પરશરામને મૃત જાહેર કર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp