અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનની ભિલોડાના હેલિપેડ આવીને ખેડબ્રહ્મા જવા રવાના થયા
વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે.
ત્યારે આમ આદમી પાર્ટીના પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રી આજે અરવલ્લીના હેલિપેડ આવીને ખેડબ્રહ્મા જવા રવાના થયા હતાં.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બેઠકો પ્રાપ્ત કરવા માટે કમર કસી છે.
ત્યારે આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આવેલ હેલિપેડ પર હેલિકોપ્ટરથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનની આજે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે સભા હતી.
આ સભામાં જવા માટે સ્થાનિક હેલિપેડ પર મંજૂરીના મળતા બંને સીએમનું હેલિકોપ્ટર અરવલ્લીના ભિલોડા ખાતે આવેલ હેલિપેડ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.
ત્યાંથી રોડ માર્ગે બંને સીએમ તરત જ ખેડબ્રહ્મા જવા રવાના થયા હતા,
ત્યારે કલાકો સુધી ફુલહાર લઈ રાહ જોતા આપના કાર્યકરોમાં નિરાશા છવાઈ હતી.
ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કયા કારણોસર બંને સીએમને હેલિકોપ્ટર લેન્ડ માટે મંજુરી ન મળી એ મહત્વનો પ્રશ્ન છે.
ત્યારે સાબરકાંઠાની સભા માટે બંને મુખ્યમંત્રીના હેલિકોપ્ટર અરવલ્લીમાં લેન્ડ થતા ભારે અચરજ જોવા મળ્યું છે.