અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય જસુભાઈ પટેલ ગરબે ઘૂમ્યાં, આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરવા અપીલ કરી
![પ્રતીકાત્મક તસવીર:અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય જસુભાઈ પટેલ ગરબે ઘૂમ્યાં, આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરવા અપીલ કરી](http://cpnews24.in/wp-content/uploads/2022/10/36-1.webp)
મોડાસાની રમઝટ નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે અરવલ્લી જિલ્લા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના ઉપસ્થિત રહ્યા હતા
અને તેઓ પણ ગરબે ઘૂમ્યા હતા.
તેમની સાથે બાયડ ધારાસભ્ય જસુભાઈ પટેલ , ભિલોડાના ધારાસભ્ય સ્વ.ડો અનિલ જોષીયરાના પુત્ર કેવલ જોષીયરા સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હવે નવરાત્રી પૂર્ણ થવામાં 2 દિવસ બાકી છે.
ત્યારે તમામ યુવા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લા કલેક્ટરે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય એવી જાહેર જનતાને અપીલ કરી હતી.