લુણાવાડામાં ગુજરાતી સુપરસ્ટાર એક્ટર યસ સોનીનું આગમન; નિહાળવા મોટી સંખ્યમાં લોકો ઉમટ્યા
મહીસાગર લુણાવાડા ખાતેના ઇન્દિરા મેદાન ખાતે મહીસાગર નવરાત્રિ સમિતિ તથા મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઁ મહીસાગર ગરબા મહોત્સવનું આયોજન કરવા આવ્યું છે.
છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી હતી જેથી ગરબા યોજાયા ન હતા.
પરંતુ આ વર્ષે મહામારી ઓછી થઈ જતા હવે રાજ્ય ભરમાં ગરબા યોજાઈ રહ્યા છે,
જેથી ખેલૈયાઓમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે.
ત્યારે ખેલૈયાઓની ખુશીમાં વધારો કરવા માટે ગુજરાતી સુપર સ્ટાર યસ સોની એટલે કે છેલ્લો દિવસ મુવીનો નિખિલી ઇન્દિરા મેદાન લુણાવાડા ખાતે યોજાઈ રહેલા ગરબા મહોત્સવમાં ખેલૈયાને મોજ કરાવવા માટે આવ્યા હતા
અને તેઓએ ખેલૈયાઓને મોજ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે સુપર સ્ટાર આવતા હોય
જેથી તેઓને જોવા અને સાંભળવા મોટી સંખ્યમાં લોકો ઉમટી પડતા હોય છે,
ત્યારે યસ સોનીને જોવા પણ અહીંયા મોટી સંખ્યમાં લોકો ઉમટ્યા હતા.