કલોલનાં પૂર્વ કાઉન્સિલરની ખુલ્લી દાદાગીરી…

પ્રતીકાત્મક તસવીર:કલોલનાં પૂર્વ કાઉન્સિલરની ખુલ્લી દાદાગીરી...

કલોલનાં પૂર્વ કાઉન્સિલરની ખુલ્લી દાદાગીરી…

 

પ્રતીકાત્મક તસવીર:કલોલનાં પૂર્વ કાઉન્સિલરની ખુલ્લી દાદાગીરી...
પ્રતીકાત્મક તસવીર:કલોલનાં પૂર્વ કાઉન્સિલરની ખુલ્લી દાદાગીરી…

 

ગુંડાતત્વોની જેમ પત્રકાર પર હુમલો વીઆર ન્યુઝ ચેનલના રિપોર્ટર પર હુમલો કાઉન્સિલર ન હોવા છતાં નગરપાલિકામાં આવે છે

કલોલમાં નગરપાલિકાની ઉદાસીન કામગીરીને વારંવાર લોકોની સમક્ષ લાવવા માટેની ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહેલા પત્રકારો સામે હવે ખુલ્લી દાદાગીરી થવા લાગી ગઇ છે.

આવો જ એક કિસ્સો હવે સપાટી પર આવ્યો છે જેના કારણે કલોલ નગરપાલિકાની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે.

હાલમાં કાઉન્સિલર ન હોવા છતાં પણ દરરોજ નગરપાલિકામાં આવીને ખુલ્લી દાદાગીરી કરી રહેલા કલોલના પૂર્વ કાઉન્સિલર યોગેશભાઇ પરમાર દ્વારા વીઆર લાઇવ ન્યુઝ ચેનલના સિનિયર રિપોર્ટર ભરત ગુપ્તા સાથે ખરાબ વર્તન કરવાની સાથે સાથે તેમના પર હાથ ઉગમવાના પણ પ્રયાસ કર્યા હતા.

સાથે સાથે ખરાબ ભાષામાં વાત કરીને ઘરે આવીને મારવાની ધમકી પણ આપી હતી.

સ્ટેન્ડિંગ કરમિટીના ચેરમેન ભુપેન્દ્ર પટેલ પણ એ ગાળામાં હાજર હોવા છતાં પૂર્વ કાઉન્સિલરે કોઇ શિસ્ત કે નિયમો જાળવ્યા વગર પત્રકાર સાથે ખરાબ વર્તન કર્યુ હતુ.

વીઆર ન્યુઝ ચેનલના રિપોર્ટર સમાચાર માટેની માહિતી મેળવવા માટે પહોંચ્યા હતા

ત્યારે તેમની સાથે આવુ વર્તન કરવામાં આવ્યુ હતુ. જેથી પૂર્વ કાઉન્સિલર સામે વધુ કઠોર કાર્યવાહી કરવા અને નગરપાલિકામાં તેમની એન્ટ્રી હાલમાં રોકવા માટેની માંગ જોરદાર રીતે ઉઠી હતી.

વીઆર ન્યુઝ ચેનલના સિનિયર રિપોર્ટર ભરત ગુપ્તા દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામા આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહેલ છે..

સત્ય હકીકત શુ છે તે છે તપાસ નો વિષય..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp