લુણાવાડાની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગરબા મહોત્સવ યોજાયો; ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમ્યા હતા

માં આદ્યશક્તિની આરાધનાનો પાવન પર્વ નવલી નવરાત્રિ ચાલી રહી છે.
ત્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લાલસર ગામે આવેલી ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળા પરિવાર દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના અંદાજીત 350 જેટલા કુમાર, કન્યા વિધાર્થીઓ ઉત્સાહ આનંદભેર ગરબે ઝુમ્યા હતા.
તેમજ શાળાના તમામ શિક્ષકો વિધાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી ગરબામાં સહભાગી બન્યા હતા.
ત્યારબાદ ટીમલી તેમજ વિવિધ નૃત્યો પણ કરવામાં આવ્યાં હતાં.
શેરીઓ નવલી નવરાત્રિમાં ગરબાની રૂમઝૂમ રમઝટનાં ગુંજનથી મહેંકી ઉઠે છે
ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે.
વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે શેરીઓ નવલી નવરાત્રિમાં ગરબાની રૂમઝૂમ રમઝટનાં ગુંજનથી મહેંકી ઉઠે છે.
ગામોમાં શેરી ગરબાની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ સચવાયેલી છે.
તાલુકામાં ઠેર-ઠેર ગરબાની રમઝટ જામી છે.
બે વર્ષે કોમર્શિયલ અને પાર્ટી પ્લોટના ગરબા ઉપર સરકારી પાબંદી હટતા જાહેર ગરબા ગગન ગજવી રહ્યાં છે.
ત્યારે શેરી ગરબાની જમાવટ માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે વિરપુર તાલુકાના ડેભારી ગામ ખાતે બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા છેલ્લા 50 વર્ષથી નવરાત્રિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
ત્યારે છઠ્ઠા નોરતે દેશી સ્ટાઈલમાં અર્વાચીન ગરબાના તાલે ગ્રામજનોએ ગરબાની રમઝટ બોલાવી ધૂમ મચાવી હતી.