રાજ્ય ના ૧૭,૨૦૦ રેનિંગ દુકાનના સંચાલકો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર..
સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થા ખોરવાય એવી પરિસ્થિતિ.
કાંકરેજ તાલુકા માં જોડાયેલા ૯૦ એફપીએસ સંચાલકો આજે ઓક્ટોબર મહિનાની બીજી તારીખથી હડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવે છે
બંને એસોસિએશને નિશ્ચિત કરેલા કાર્યક્રમમાં જેતે પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ૨ તારીખથી તાલુકા ના તમામ એફપીએસ સંચાલકો ઓક્ટોબર મહિનાની બીજી તારીખ ગાંધી જ્યંતિના દિવસથી વિતરણ વ્યવસ્થાથી અળગા રહી વિરોધ નોંધાયો હતો,
ગુજરાત સરકાર માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી વ્યાજબી ભાવના દુકાનદારોએ અચોક્કસ મુદતની હડતાળ ની પરિસ્થિતીનુ નિર્માણ થયુ છે.
દિવાળીના તહેવારોના સમયેજ વ્યાજબી ભાવના સંચાલકો પ્રદર્શન કરી રહ્યા છે.
ત્યાં હવે વ્યાજબી ભાવના દુકાનદારોએ દુકાનદારોએ આંદોલનનુ શસ્ત્ર ઉગામ્યુ છે
જેથી અન્ન પુરવઠા સરકાર સામે મોરચો માંડ્યો છે. આજથી રાજ્યભરમાં પૂરવઠા વિભાગ દોડતુ થયુ છે.
માંગો નહી સ્વીકારાય ત્યાં સુધી દુકાનો બંધ, દિવાળીના તહેવારોમાં કાર્ડધારકો ખાંડ, તેલ, અનાજથી વંચિત રહેશે આ દુકાનદારોને આર્થિક સહાય કરવામાં આવશે.
ગણ્યાં ગાંઠયા લોકોને બાદ કરતાં મોટાભાગના દુકાનદારોને આ સહાય ચૂકવાઇ નથી.
ગુજરાતમાં વ્યાજબી ભાવની દુકાનદારો પણ હવે સરકારથી નારાજ છે.
દુકાનદારોનુ કહેવુ છેકે, ઘઉં, ચોખા, અનાજ અને ખાંડમાં અત્યાર સુધી ૬૨૧૦૦કિલોએ એક કિલોની ઘટ મળતી હતી. હવે સરકાર આ ઘટ પણ બંધ કરી દીધી છે.
આ જોતાં ઘટનુ નુકશાન દુકાનદારોએ ભોગવવાનો વારો આવ્યો છે.
અન્ય રાજ્યમાં વ્યાજબી ભાવના દુકાનદારોનુ કમિશન વધારી દેવાયુ છે.
ગુજરાતમાં કમિશન ઓછુ હોવાર્થી દુકાનદારોને આર્થિક નુકશાન ભોગવવું પડી રહ્યુ છે.
કોરોનામાં કેટલાંય દુકાનદારોના મૃત્યુ થયા હતા. સરકારે જાહેરાત કરી જયાં સુધી દુકાનદારોના પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી વ્યાજબી ભાવની દુકાનો બંધજ રહેશે.
દુકાનદારોની હડતાળના એલાનને પગલે રાજ્ય અન્ન પુરવઠા વિભાગ ચિંતાતુર બન્યો છે
કેમકે, દિવાળી ના તહેવારો દરમિયાન તુવેરદાળ, સિંગતેલ, દેશી ચણા અને વધારાની ખાંડ કાર્ડધારકોને આપવાની છે.
હડતાળને કા૨ણે કાર્ડધારકો અનાજ, ખાંડ અને તેલ થી વંચિત રહેશે તો હોબાળો મચી શકે છે.
હડતાળને લીધે અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે
વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોને એવીય માંગ કરી છેકે, સરકારે દુકાનદારોને વર્ગ-૪ ના કર્મચારી ગણીને પગાર આપવો જોઈએ.
આવી ઘણી માંગણીઓ ન ઉકેલાતાં વ્યાજબી ભાવના દુકાનદારોએ હવે અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે.
એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, પુરેપુરી શક્યતા છે..