ગોધરા LCBએ “ગેરી” કચેરીના ષડયંત્રમાં ભેજાબાજની ધરપકડ, કચેરીના સિક્કાઓ અને અનઅધિકૃત દસ્તાવેજો કબ્જે કર્યા

ગુજરાત ભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓમાં “ગેરી”ના બોગસ ટેસ્ટીંગ રીપોર્ટો ઈજારદાર એજન્સીઓ અને મળતીયા ચહેરાઓને આપવાના લાખો રૂપિયાના કાંડમાં ભેજાબાજ માસ્ટર માઈન્ડ ગોધરાના અકિલ અડાદરાવાલા સામે
આખરે ગોધરા સ્થિત ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી દિનેશકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં અકિલ અડાદરાવાલા સામે ઈ.પી.કો. 406, 420, 465, 467, 468, 471,472, 473 અને 474 મુજબનો ગુનો દાખલ કરીને ગોધરા એલ.સી.બી. પી.આઈ.જે.એન.પરમારે અકિલની દુકાનમાંથી ઝડપાયેલા સરકારી કચેરીઓના સિક્કાઓ, લેટરપેડો અને ડુપ્લીકેટ તૈયાર કરાયેલા ટેસ્ટીંગ રીપોર્ટો વિ. સમેત લેપટોપ અને પ્રિન્ટર કબ્જે કર્યા છે.
આ રાજ્ય વ્યાપી ચોંકાવનારા કાંડ સામે તપાસો હાથ ધરતા અકિલ એન્ડ કંપનીના ભલભલા સિન્ડિકેટ ચહેરાઓ પોતાના મોબાઈલ ફોનો સ્વીચ ઓફ કરીને “અંડર ગ્રાઉન્ડ” થઈ ગયા હોવાની મહિતી પ્રાપ્ત થાય છે.
જો કે અકિલના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો બાંધકામ કચેરીઓમાં ચુપચાપ આપીને બીલોના નાણાં ફટાફટ આપી દેવાના આ ચોંકાવનારા પ્રકરણો સામેની પોલીસ તપાસો શરૂ થઈ ચૂકી હોવાની જાણકારીઓથી સરકારી કચેરીઓમાં પણ અકિલના કરતૂતોથી શોકનો માહોલ સર્જાયો છે.
ગોધરા એલ.સી.બી.શાખાના પી.આઈ.જે.એન.પરમાર દ્વારા ગુપ્ત બાતમીના આધારે સાથરીયા બજારમાં એક ગલીમાં આવેલ અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુજરાતમાં કાર્યરત રિસર્ચ ઓફિસર મટેરીયલ ટેસ્ટીંગ ડીવીઝન(ગેરી)ની 31 સરકારી કચેરીઓના અધિકારીઓના તૈયાર કરાયેલા સિક્કાઓ, લેટર પેડો, દસ્તાવેજી કાગળો તેમજ ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિ. લખાણોના કાગળો સમેત બે લેપટોપ અને પ્રિન્ટરને કબ્જે કર્યા હતા.
એમાં ગોધરા સ્થિત પાનમ કોલોની પાસે આવેલ “ગેરી” કચેરીના નામે તૈયાર કરવામાં આવેલા 33 ટેસ્ટીંગ રીપોર્ટ સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસોમાં “ગેરી” કચેરી દ્વારા જે તે તારીખો અને આવક જાવક નંબરોના આવા ટેસ્ટીંગ રીપોર્ટો જે તે ઈજારદારો અગર તો માણસોને આપવામાં આવ્યા જ નથી ના ચોંકાવનારા જવાબ મળ્યાં હતા.
અંતે ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી સચિનકુમાર અગ્રવાલે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા ભેજાબાજ અકિલના કરતૂકો સામે ગોધરા એલ.સી.બી. પી.આઈ.જે.એન.પરમારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.