લગ્નની અવેજ પેટે ચૂકવેલ રકમ જ દહેજ કહેવાય

નવસારીના ગણદેવી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા પતિ અને સાસુ વિરૂદ્ધ પત્નીએ આઈપીસી કલમ 498(ક), 323, 504, 506 (2), 114 તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ 3,4 મુજબ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
જેમાં પતિ અને સાસુએ એકબીજાની મદદગારીમાં શારીરિક અને માનસિક ત્રાસ, ગાળો આપી દહેજમાં પૈસા ન આપે તો જાનથી મારવાની ધમકી આપી હતી.
આ કેસ નવસારીની ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો.
જ્યાં પતિ, સાસુ તરફે એડવોકેટ નેવિલ પટેલ અને પ્રતિક મહાલેએ દલીલો કરી હતી.
કોર્ટના ન્યાયાધીશ વનરાજસિંહ ધાધલે ચૂકાદો આપતા પતિ, સાસ બન્ને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
કોર્ટે ચૂકાદામાં જણાવ્યું કે પતિને પત્નીના પિતાએ મકાન ખરીદવા માટે રકમ આપવામાં આવેલી હતી
પરંતુ આ રકમ કોઈ દહેજ લગ્નના અવેજ પેટે આપવામાં આવેલી હોય તેવી કોઈ વિગત પત્નીએ કે તેના પિતાએ જણાવેલ નથી.
માત્ર એટલુ જણાવેલું ચે કે એક ફ્લેટ ખરીદેલ અને તે માટે પતિએ રકમ માગતા પત્નીના પિતાએ આપ્યા હતા.
જેથી કોઈ રકમ આપવામાં આવેલ તે રકમ દહેજની હતી તેમ કહીં શકાય નહીં.
દહેજની રકમ તેને જ કહીં શકાય કે લગ્નના અવેજ પેટે કોઈ રકમ માંગવામાં આવેલી હોય અને તે ચૂકવવામાં આવેલી હોય,
કોઈ ધંધો સ્થાપવા કે મકાન ખરીદવા માટે કોઈ રકમ દીકરીના પતિને આપવામાં આવેલ હોય તો તે રકમ દહેજની વ્યાખ્યામાં આવે છે એમ કહી શકાય નહીં.