નવરાત્રી અને દશેરા મળી 10 દિવસમાં 1200 જેટલાં વાહનોનું વેચાણ થયું
ગાંધીનગર દશેરા નિમિતે નવા વાહનો ખરીદવાની પરંપરા છે.
બીજી તરફ દશેરા નિમિતે લોકો ફાફડા-જલેબી પણ ખાય છે.
ત્યારે દશેરા નિમિતે ગુરૂવાર ગાંધીનગરમાં 8 કરોડના 102 ટૂ વ્હિલર, 98 ફોર વ્હિલરની ખરીદી થઈ હતી.
બીજી તરફ અંદાજે 1.10 કરોડના 16000 કિલો ફાફડા, 8000 કિલો જલેબી ખવાઈ હતી.
સાથે જ 16000 કિલો ગલગોટા, 2000 કિલો ગુલાબનું વેચાણ થયું હતું.
નવરાત્રીના 9 દિવસ દરમિયાન 1200 અને દશેરાના દિવસે 500 વાહન વેચાયા
નવરાત્રિના પહેલા દિવસથી લઇને નવમા દિવસ સુધી જિલ્લામા 1200 વાહનોનુ વેચાણ થવા પામ્યુ છે.
તે ઉપરાંત માત્ર દશેરાના દિવસે 500 જેટલા વાહનો વેચાયા છે.
શુભ દિવસો દરમિયાન 160 જેટલી રીક્ષાનુ વેચાણ થયુ હતુ.
ગત વર્ષે માત્ર દશેરાના દિવસે 489 આશરે 11 કરોડના વાહનો વેચાયા હતા.
તેની સામે ચાલુ વર્ષે આશરે 20 કરોડ રુપિયાના વાહનો તમામ શો રુમમાં બુધવારે વાહન ખરીદવા ભીડ જોવા મળતી હતી.
વિજયાદશમીએ જિલ્લાવાસીઓ 24000 કિલો ફાફડા-જલેબી ખાધા
જિલ્લામાં અંદાજે 400 જેટલા નાના મોટા વેપારીઓએ ફાફડા અને જલેબીનું વેચાણ કર્યું હતું.
જોકે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફાફડામાં પ્રતિ કિલો 42 ટકાનો ભાવ વધારો હોવા છતાં સ્વાદના શોખીનોએ મનભરીને ફાફડા અને જલેબીની જયાફત ઉડાડી હતી.
જેમાં અંદાજે 16000 કિલો ફાફડા, 8000 કિલો જલેબી ખવાઈ હતી,
ચાલુ વર્ષે બજારમાં પ્રતિ કિલો ફાફડાનો ભાવ 500 હોવા છતાં રસીકોએ ફાફડા, જલેબી ખાધા હતા.
નવરાત્રીમાં ગલગોટા અને ગુલાબનો ભાવ ઉંચો રહ્યો : દશેરામાં ભાવ તળિયે
નવરાત્રીમાં પ્રતિ કિલો ગલગોટાનો ભાવ રૂપિયા 60થી 80 સુધી પહોંચી ગયો હતો.
તેજ રીતે ગુલાબનો ભાવ પણ પ્રતિ કિલો રૂપિયા 300એ પહોંચ્યો હતો.
જ્યારે નવરાત્રી પૂર્ણ થતાં જ એટલે કે દશેરાએ ગલગોટા અને ગુલાબનો ભાવ તળિયે આવી ગયો છે.
દશેરાના દિવસે પ્રતિ કિલો ગલગોટાનો ભાવ રૂપિયા 30 અને ગુલાબનો ભાવ રૂપિયા 100 થઇ ગયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.