ખેડા જિલ્લાના વાસ્મો કર્મચારીઓની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા 2જી ઓક્ટોબરથી આંદોલન કરશે
ખેડા જિલ્લામાં વાસ્મો કચેરીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈ આગામી બે ઓક્ટોબરથી આંદોલન કરશે અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સંગઠનના આદેશ મુજબ દેખાવો કરનાર છે.
વર્ષ 2002થી જ તેમને ખરેખર મળવા પાત્ર હક્કો લાભ આપવામાં આવતા નથી
ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઘર ઘર નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની કામગીરી કરી રહેલા, વાસ્મો – (પાણી પુરવઠા વિભાગ)ના કર્મચારી-પાણીવીરો છેલ્લા એક માસથી તેમની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
વાસ્મોના કર્મચારીઓ-કર્મયોગીઓને – વાસ્મોની સ્થાપના સમયે વર્ષ 2002થી જ તેમને ખરેખર મળવા પાત્ર હક્કો લાભ આપવામાં તેમનો વિભાગ તૈયાર ન હોવાથી ન છૂટકે આજે 20 વર્ષે 350 જેટલા કર્મચારીઓ-પાણીવીરો એ વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર “ઊગામવું પડ્યું છે.
સ્થાનિક હોદ્દેદારોથી લઈ ધારાસભ્યો, સંસદઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રીને રજૂઆતો કરી છે
કર્મચારીઓ રોષ સાથે કહે છે કે, કર્મચારીઓના હિત માટે વાસ્મો વિભાગ દ્વારા બનાવેલ “વાસ્મો સર્વિસ મેન્યુઅલ-2002″ નો અમલ કરવામાં તંત્ર ઠાગાયા કરી રહ્યું છે.
આ સર્વિસ મેન્યુઅલમાં કર્મચારીઓના પગાર ધોરણ, અપગ્રેડેશન, પીએફ, ગ્રેજ્યુએટી જેવા લાભો આપવાની વાત હતી.
જે આજે 20 વર્ષે પણ હવામાં જ રહી ગઈ છે. આ ઉપરાંત કર્મચારીઓને છેલ્લા ત્રણ વર્ષોથી પગાર વધારો સ્થગિત કર્યો હોય,
આ મુદ્દો કર્મચારી ઓના વિરોધનું મુખ્ય કારણ બન્યો છે.
આ બાબતે કર્મચારીઓ દ્વારા જિલ્લાના સ્થાનિક હોદ્દેદારોથી લઈ ધારાસભ્યો, સંસદઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રી સુધી તેમની રજૂઆતો, ભલામણ કરવામાં આવી છે.
છેલ્લા 20 દિવસથી કચેરીના કામથી અચોક્કસ મુદત સુધી અળગા રહ્યા
દરેક જગ્યાએથી માત્ર સાંત્વના જ મળેલ હોય કોઈ નક્કર ખાતરી આપી કે માંગણી સ્વીકારવામાં આવેલ નથી,
કર્મચારીઓ દ્વારા વિભાગ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી, પેન ડાઉન કાર્યક્રમ આપ્યો હતો.
માસ સી.એલ પર રહ્યા ત્યારબાદ છેલ્લા 20 દિવસથી કચેરીના કામથી અચોક્કસ મુદત સુધી અળગા રહ્યા હોવા છતાં હજુ સુધી કોઇ નિવેડો આવેલ ન હોય,
કર્મચારીઓ 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતીથી લડત આગળ ધપાવવા અને વધુ આક્રમક પગલાંઓ જેવા કે કચેરીનો ઘેરાવ કરવો, ધરણા કરવા જેવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.