કડાણા : માલવણ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા મકાનમાં લાગી આગ..

કડાણા તાલુકાના માલવણ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા
દલાખાંટ ના મુવાડી ગામમાં એક મકાન માં લાગી આગ..
આ આગ માં મકાન ને મકાનમાં રાખેલ ધરવખરીનો સામાનને
ધાસચારો આ આગ માં બળી ને રાખ થઈ ઈ જવા પામ્યો હતો.
દલાખાટનીમુવાડીગામના રહીશ ધુળાભાઈ લેમબાભાઈવણકરના મકાન માં
અચાનક જ આગ લાગતાં ગ્રામજનો ધટના સ્થળે દોડી ગયેલ
અને આ ધટના ની જાણ પોલીસને કરતાં સંતરામપુર નો ફાયર ફાયટર પણ ધટના સ્થળે આવેલ
અને ગ્રામજનો અને ફાયર ફાયટર ના સહીયારા પ્રયાસ થી ભારે જહેમત બાદ
આગ પર કાબુ મેળવ્યો હતો.ને આગ ને આગળ વધતાં અટકાવી હતી.
આગથી ભારે નુકસાની નો અંદાજ જોવાં મળે છે.
આ અસરગ્રસ્ત કુટુંબ ને વહેલી તકે જરુરી સહઃય અપાય ને સરકાર ની
યોજના હેઠળ જરૂરી મકાન મંજૂર કરાય તે અંગે પણ ઉચ્ચસ્તરે રજુઆત કરાયેલ છે.
આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી..