અરવલ્લી : મોડાસા કેળવણી મંડળ પ્રમુખશ્રીનું મહામંડળનાં પ્રમુખશ્રીસાથે વરણી થતા સન્માન કરવામાં આવ્યું.

અરવલ્લી : મોડાસા કેળવણી મંડળ પ્રમુખશ્રીનું મહામંડળનાં પ્રમુખશ્રીસાથે વરણી થતા સન્માન કરવામાં આવ્યું.

અરવલ્લી : મોડાસા કેળવણી મંડળ પ્રમુખશ્રીનું મહામંડળનાં પ્રમુખશ્રીસાથે વરણી થતા સન્માન કરવામાં આવ્યું.

અરવલ્લી : મોડાસા કેળવણી મંડળ પ્રમુખશ્રીનું મહામંડળનાં પ્રમુખશ્રીસાથે વરણી થતા સન્માન કરવામાં આવ્યું.
અરવલ્લી : મોડાસા કેળવણી મંડળ પ્રમુખશ્રીનું મહામંડળનાં પ્રમુખશ્રીસાથે વરણી થતા સન્માન કરવામાં આવ્યું.

 

મોડાસા કેળવણી મંડળ પ્રમુખશ્રી બિપીનકુમાર ર. શાહ નું

મહામંડળનાં પ્રમુખશ્રી ડૉ. શંકરસિંહ રાણા સાથે વરણી થતા સન્માન કરવામાં આવ્યું.

મોડાસામાં અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ સંલગ્ન અરવલ્લી જીલ્લા શાળા સંચાલક મંડળનું

સંયુક્ત પ્રથમ અધિવેશન બંને મંડળના અધ્યક્ષ અને મોડાસા કેળવણી મંડળનાં

પ્રમુખશ્રી બિપીનકુમાર ર. શાહ દ્વારા યોજવામાં આવ્યું હતું.

આ અધિવેશનમાં ૧૮૦ જેટલા સંચાલકો જીલ્લામાંથી ઉપસ્થિત રહ્યા હતા.

આ અધિવેશનનાં પ્રારંભમાં આઇડીયલ પબ્લીકેશન અને

વર્ચ્યુઅલ વિદ્યાપીઠ નાં ડાયરેક્ટરશ્રી તેજસ શાહ દ્વારા નવી શિક્ષણ નીતિ વિષે વિશિષ્ઠ છણાવટ કરવામાં આવી હતી.

તેના પડકારોની વાત, શિક્ષણમાં આપણી જવાબદારી વિષે પણ સમગ્ર અધિવેશનમાં હાજર રહેનાર સૌને સમજ આપી હતી.

ત્યાર પછી અધિવેશનનો પ્રારંભ થયો હતો. આ અધિવેશનમાં અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનાં મજબુત નેતૃત્વ ધરાવતા

પ્રમુખ ડૉ. શંકરસિંહ રાણા ઉપસ્થિત રહી-શાળા સંચાલકોનાં અનેક પ્રશ્નો છે, પ્રશ્નો રહેવાના પણ તમો

અરવલ્લી જિલ્લાના સંચાલકો જાગૃત છો, અને તમારા અધ્યક્ષશ્રી બિપીનભાઈ ર. શાહ અને પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ,

મહામંડળની બધી સભાઓમાં હાજર રહી, બધા જ પ્રશ્નોને ખુબ ઉત્તમ રીતે રજૂ કરે છે, અમે તો તેમને પ્રશ્નોનું સંકલન કરી રજૂ કરવાની જવાબદારી પણ સોંપી છે,

અમે કાગળો લખતા નથી રૂબરૂ મળી પ્રશ્નોને હલ કરવામાં માનીએ છીએ. અને તમે જાણો છો કે

ઘણા બધા પ્રશ્નો હલ થયા છે,

મહામંડળનાં મહામંત્રી શ્રી સંજયભાઈ રાવલે ઉકેલ આવેલ પ્રશ્નોની વિગતે છણાવટ કરી – સભામાં હલ કરેલા પ્રશ્નોની વિગતે વાત કરી હતી.

આ પ્રસંગે જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ઉષાબેન ગામેતીએ અમારાથી શક્ય તે બધી સહાય અમે કરી રહ્યા છીએ.

૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ આવે છે ત્યારે કોઈ સંચાલક શાળામાં ન જાય અને નિયમોનું પાલન કરે.

તમને સૌ સંચાલકોને મળવાની આ તક આપી તે માટે સૌની આભારી છું.

મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળની પ્રમુખ અને જાણીતા એડવોકેટ શ્રી નવિનભાઈ મોદીએ આગામી વર્ષોમાં

નવી શિક્ષણનીતિથી અને કોમન યુનિયન એકટ થી ભવિષ્યમાં ઉભા થનાર પ્રશ્નો ઉપર સૌનું ધ્યાન દોર્યું હતું.

કાર્યક્રમનાં પ્રારંભે બંને મંડળનાં અધ્યક્ષ અને આજના અધિવેશનનાં આયોજક શ્રી બિપીનકુમાર શાહે કહ્યું હતું કે

સાબરકાંઠામાં આપણે હતા. ત્યારે જીલ્લા મંડળમાં ઉપ-પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળેલ,

અને અરવલ્લી જિલ્લાની રચના થતા મહામંડળમાં ઉપ-પ્રમુખ અને જીલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી

જિલ્લાના સંઘઠનનું અસ્તિત્વ ટકાવી રાખવામાં ખૂબ મોટો સહયોગ આપ્યો છે તેનું આ પરિણામ છે.

પ્રશ્નોમાં શાળાઓમાંથી પંચાયત/ નગરપાલિકાનાં ટેક્ષમાંથી માફીની વાત, મકાન જુના થતા રીપેરીંગ અને

નવા ઓરડા માટેની વિશિષ્ઠ ગ્રાન્ટ, ખાનગી પ્રાથમિક શાળામાં પગાર ગ્રાન્ટ સિવાયની ગ્રાન્ટની સુવિધા માટેની અને

પૂર્વ પ્રાથમિક સંસ્થાઓની નોંધણી બાબતના મુદ્દા રજૂ કરેલ.

આ અધિવેશનનાં બીજા સેશનમાં મોડાસા કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી બિપીન ર. શાહ ની

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળમાં ઉપ-પ્રમુખ તરીકે બિન હરીફ વરણી થવા બદલ,

અને છઠ્ઠી વખત મોડાસા કેળવણી મંડળનું પ્રમુખ થવા બદલ કેળવણી મંડળ હોદેદારો

સર્વ શ્રી પંકજભાઈ બુટાલા શ્રી કે એમ શાહ, શ્રી કનુભાઈ સી. શાહ, શ્રી કિરીટ કે. શાહ, શ્રી પીયુષભાઈ પટેલ,

ધીરેનભાઈ પ્રજાપતિએ શાલ અને બુકેથી સન્માન કર્યું હતું

તેમાં મહામંડળ નાં અધ્યક્ષ શ્રી ડૉ, શંકરસિંહ રાણા પણ જોડાયા હતા.

સાથે સાથે સાર્વજનિક હોસ્પિટલનાં માનદ મંત્રી પીયુષભાઈ પટેલે પણ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

અહેવાલ:🌹કાદરભાઈ ડમરી,
મો.૯૯૭૯૩ ૪૦૮૫૪
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યુઝ,
મોડાસા-અરવલ્લી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp