ઢોરને છોડાવવા પશુપાલકનો ટ્રેક્ટર આડે સૂઈ જઇ વિરોધ

ફતેગંજમાં બુધવારે ઢોર પાર્ટી ઢોર પકડીને જતી હતી ત્યારે તેના માલિકે માથાકૂટ કર્યા બાદ ઢોર ડબ્બા આડે આવી રસ્તામાં સૂઈ ગયો હતો.
જેથી ફતેગંજ પોલીસને બોલાવાતાં તેની અટકાયત કરાઈ હતી.
ફતેગંજમાં સાંજના સમયે ઢોર પાર્ટી રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી.
દરમિયાન ઈએમઈ સર્કલ પાસે રસ્તામાંથી ગાયને ઢોર ડબ્બામાં ચડાવીને જઈ રહી હતી
ત્યારે એકાએક તેનો માલિક મેલિયો રબારી ત્યાં આવી ગયો હતો
અને ઢોર છોડવવા ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.
ત્યારબાદ મેલિયો રબારી ઢોર ડબ્બાની આગળ સૂઈ ગયો હતો
અને બોલવા લાગ્યો હતો કે, મને મારી નાખો અને પછી મારા ઢોર લઈ જાવ.
જેથી કર્મચારીએ ફતેગંજ પોલીસને બોલાવતાં મેલિયો રબારીની અટકાયત કરાઈ હતી