બાલાસિનોરમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં દસ વરસની કેદ
બાલાસિનોર તાલુકાના પરબીયા ગામમાં બે વર્ષ પહેલાં ભીડનો લાભ લઈ માનસિક દિવ્યાંગ સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને કોર્ટે દસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી
બાલાસિનોર ના પરબીયા ગામે આવેલા મંદિરમાં 11 મી ઓગસ્ટ 2020 ના રોજ ભીડ જામી હતી?
આ ભીડ વચ્ચે બપોરના સુમારે એક માનસિક દિવ્યાંગ સગીરા ગુમ થઈ ગઈ હતી.
આથી ચિન્ંતિત તેમના માતા-પિતાએ બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
આથી પોલીસે તપાસ હાથ ધરી માનસિક દિવ્યાંગ સગીરાને ભગાડી જનાર કેસમાં પ્રવીણ ઉફે જગો ફુલાભાઈ પરમાર રહેવાસી નવા મુવાડા તાલુકો વિરપુર ની ધરપકડ કરી હતી
જ્યારે ભોગ બનનારી સગીરા પણ મળી આવી હતી જેની પૂછપરછ કરતાં પ્રવીણે તેના પર દુષ્કર્મ ગુજારી હોવાનું બહાર આવ્યું હતું
આથી દુષ્કર્મની કલમ ઉમેરી જરૂરી કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું
આ કેસ મહીસાગર જિલ્લાની સ્પેશિયલ પોકસો જજ અને એડિશનલ સેશન્સ જજ મમતાબેન પટેલની કોર્ટમાં ચાલ્યો હતો.
જ્યાં ફરિયાદી અને શાહેદોને તપાસ્યા હતા. આ કેસમાં સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી ગુનામી ગંભીરતા ના પગલે પોર્ટે પ્રવીણ ઉફે જગો ફુલા પરમારને આરોપી ઠહેરાવ્યો હતો
અને 10 વર્ષની સખત કેદની સજા અને દંડ ફરમાવતો હુકમ કર્યો હતો.
આ ઉપરાંત સગીરાને રૂપિયા પાંચ લાખ ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો હતો