ઠાસરાના ડાકોર રોડ પર કારે એક્ટિવાને ટક્કર મારી, એકનું ઘટના સ્થળે મોત
ઠાસરા ડાકોર રોડ ઉપર ગતરોજ સવારે પુર પાટે આવતી વેગેનાર કારે આગળ જતા એક્ટિવાને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં એકટીવા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
કારે એક્ટીવાને પાછળથી ટક્કર મારી
ઠાસરામાં નર્મદા વસાહત કોલોનીના બ્લોક સી મકાન નંબર 13માં રહેતા હિરેનભાઈ સુરજીભાઈ વસાવા ગતરોજ સવારે પોતાનું એકટીવા નંબર (GJ 22 M 6780) ચલાવીને ઠાસરાના ડાકોર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે પુરાપાટે આવતી વેગેનાર કાર નંબર (GJ 07 BN 5856)ના ચાલકે ઉપરોક્ત એકટીવા ને પાછળથી ટક્કર મારી હતી.
જેથી એકટીવા ચાલક હિરેનભાઇ વાહન ઉપરથી રોડ ઉપર પડ્યા હતા.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
હિરેનભાઈને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
અને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે ઠાસરાના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.
જોકે ઘવાયેલા હિરેનભાઈની હાલત નાજુક હોવાના કારણે તેઓને વધુ સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબે હિરેનભાઈને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર બનાવ સંદર્ભે નજીકમાં રહેતા વિપુલકુમાર કાંતિભાઈ મેઘાએ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.