નિસરણી મૂકીને ચોરો ફાર્મ હાઉસના બીજે માળ ઘૂસ્યા,~1.95 લાખની ચોરી
નડિયાદના સલુણવાંટામાં આવેલ શ્રીશ્રી ફાર્મ હાઉસમાં નીસરણી મૂકી ઘૂસેલા ચોરો રૂા. 1.95 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
નડિયાદના સંતરામ વીલાની સામે આવેલ ખુશાલપુરા સલુણવાંટામાં આવેલ ફાર્મ હાઉસમાં જૈમિન પટેલ પરિવાર સાથે રહી ખેતી તેમજ કન્ટ્રકશન વ્યવસાય કરે છે.
તા.25 સપ્ટેમ્બરના રાતના આઠ વાગ્યાના સુમારે તેઓ નીચેના ભાગમાં પરિવાર સાથે ટીવી જોતા ભોજન લઇ રહ્યા હતા.
આ બાદ રાતના દશ વાગ્યાના અરસામાં તેઓ સુવા માટે મકાનના ઉપરના ભાગે આવેલા તેમના બેડરૂમમાં જતા તેમનો રૂમ બંધ હતો.
જેથી નીચેથી ચાવી મંગાવી રૂમનો દરવાજો ખોલતા તિજોરી અને લોકર ખુલ્લા જોવા મળ્યુ હતુ.
જેથી તપાસ કરતા તિજોરીનુ તાળુ તેમજ લોકરનું તાળુ તુટેલુ હતુ.
જેથી રૂમના પાછળના ભાગે તપાસ કરતા બારીનું લોક તુટેલુ હતું.
આ બાદ લોકરમાં તપાસ કરતા સોનાની અને પ્લેટિનમની બુટ્ટી કુલ રૂા. 60 હજાર તેમજ રોકડ રૂા. 1 .35 લાખની ચોરી થયાનું જણાયું હતું.
બિલ્ડરે સીસીટીવી ચેક કરતા બે ઇસમો નીસરણી મૂકતા નજરે પડયા હતા.
જેમાં એક ઇસમ નિસરણી પકડી હતી,
બીજો નિસરણી પર ચડી રૂમની પાછળની બારીનુ લોક તોડી અંદર પ્રવેશતો દેખાયો હતો.