જિમ્નાસ્ટિક્સમાં 70 વોલેન્ટિયર પસંદ થઇ ગયા બાદ 25 નામ બદલાઈ જતાં હોબાળો

પ્રતીકાત્મક તસવીર:જિમ્નાસ્ટિક્સમાં 70 વોલેન્ટિયર પસંદ થઇ ગયા બાદ 25 નામ બદલાઈ જતાં હોબાળો

જિમ્નાસ્ટિક્સમાં 70 વોલેન્ટિયર પસંદ થઇ ગયા બાદ 25 નામ બદલાઈ જતાં હોબાળો

પ્રતીકાત્મક તસવીર:જિમ્નાસ્ટિક્સમાં 70 વોલેન્ટિયર પસંદ થઇ ગયા બાદ 25 નામ બદલાઈ જતાં હોબાળો
પ્રતીકાત્મક તસવીર:જિમ્નાસ્ટિક્સમાં 70 વોલેન્ટિયર પસંદ થઇ ગયા બાદ 25 નામ બદલાઈ જતાં હોબાળો

 

વડોદરામાં યોજાનારી નેશનલ ગેમ્સની જિમ્નાસ્ટિક્સ સ્પર્ધા પહેલાં વોલ્યેન્ટિરોની નિયુક્તિ અને તેમને અપાતી સુવિધાઓ અંગે વિવાદ થયો હતો.

જોકે સાંજે વિવાદ શમી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘નેશનલ ગેમ્સના વડોદરા સેન્ટર માટે 70 વોલિયન્ટરોની નિયુક્તિ માટે 700 જણના ઇન્ટરવ્યૂ નિયુક્ત એજન્સીએ લીધાં હતાં,

જ્યારે ગાંધીનગરથી યાદી આવી ત્યારે 25 નામો બદલાઈ ગયા હતા.

જેથી છેલ્લા પાંચ દિવસથી સેન્ટર પર મહેનત કરતા વોલિયન્ટરો નારાજ થયા હતાં.

હોબાળો થતાં નેશનલ ગેમ્સના આયોજકોએ તમામ વોલિયન્ટરોને 70 જણાંની યાદીમાં સમાવી લીધા હતા.

તેમને આઈકાર્ડ પણ અપાયા હતા અને કિટ પણ અપાઈ હતી.

વડોદરામાં 36મી નેશનલ ગેમ્સની યજમાની કરવા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિમ્નાસ્ટિક્સનું મેદાન તૈયાર કરાયું છે.

દિલ્હીથી મગાવાયેલા એપ્રેટ્સ અને ટ્રેમ્પોલિન લગાવવામાં આવ્યા છે.

શહેરીજનો કોઇ પણ ટિકિટ વિના રમત નિહાળી શકશે.

નેશનલ ગેમ્સમાં વડોદરામાં રમાનારી જિમ્નાસ્ટિક્સમાં 178 ખેલાડીઓ ભાગ લેશે.

આર્ટિસ્ટિક, રિધમિક અને ટ્રેમ્પોલિન પ્રકારની જિમ્નાસ્ટિક્સ થશે.

જેમાં 130 નિર્ણાયકો આવશે. મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે બેઠક બોલાવી તૈયારી અંગે વિગતો મેળવી હતી.

જ્યાં સંકલન ન થતું હોય ત્યાં સંકલન કરવા પણ સૂચના અપાઇ હતી.

કોમ્પિટિશન મેનેજર કૌશિક બીડીવાલાએ જણાવ્યું હતું કે, વીજ પ્રવાહ ખોરવાય તો 3 મિનિટમાં ફરી શરૂ કરવા સૂચના અપાઈ છે. મોકડ્રીલ યોજાઇ હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp